કોંગ્રેસના 62 રાષ્ટ્રીય નેતાઓ કાલે બિહાર પ્રવાસે…રાહુલ ગાંધી દરભંગામાં વિદ્યાર્થીઓ સાથે કરશે વાતચીત..

આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે..બિહાર ચૂંટણી પહેલા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 62 રાષ્ટ્રીય સ્તરના કોંગ્રેસના નેતાઓ 15 મેના રોજ બિહારના પ્રવાસે આવશે. રાજ્યના વિવિધ ભાગોમાં કોંગ્રેસના શિક્ષણ ન્યાય સંવાદમાં ભાગ લેશે. રાહુલ ગાંધી દરભંગામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે..અન્ય નેતાઓ પણ જનતા સાથે વાતચીત કરશે.
મંગળવારે સદાકત આશ્રમમાં આયોજિત પત્રકાર પરિષદમાં NSUIના રાષ્ટ્રીય પ્રભારી કન્હૈયા કુમારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ ન્યાય સંવાદ SC-ST, OBC છાત્રાલયો અને કોમ્યુનિટી હોલમાં થશે..જેમાં રાજ્યના શિક્ષણ અને વિદ્યાર્થીઓની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે,, દેશની પ્રગતિ ફક્ત બિહારની શક્તિથી જ શક્ય છે…તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના 358 બ્લોકમાં એક પણ ડિગ્રી કોલેજ ખોલવામાં આવી નથી.. અને કાયમી શિક્ષકોની ભારે અછત છે…આ દરમિયાન પ્રવક્તા ડૉ.સ્નેહાશિષ વર્ધન પાંડે અને સૌરભ સિંહા હાજર હતા..
- Advertisement -
- Advertisement -