36 C
Ahmedabad
Tuesday, April 21, 2026

યુદ્ધવિરામ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1900 પોઈન્ટ ઉછળ્યો


સોમવારે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી…સેન્સેક્સ ખુલતાની સાથે જ 81,000 ની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.ગત અઠવાડિયે શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો..ત્યારહાદ સેન્સેક્સ-નિફ્ટી તોફાની ઉછાળા સાથે ખુલ્યો. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોના સૂચકાંક, સેન્સેક્સ ખુલતાની સાથે જ 1,900 પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું… જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 550 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો..

સોમવારે, શેરબજારમાં વૃદ્ધિના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. એશિયન બજારોમાં ઉછાળા પછી, BSE સેન્સેક્સ 80,803.80 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું… જે તેના અગાઉના બંધ 79,454.47 થી 1500 પોઈન્ટથી વધુ વધ્યું.. અને પછી થોડીવારમાં તે 1,926 પોઈન્ટ વધીને 81,380 ની આસપાસ ટ્રેડિંગ શરૂ કર્યું. સેન્સેક્સની સાથે, NSE નિફ્ટી પણ 24,420 પર ખુલ્યો હતો… જે તેના અગાઉના બંધ 24,008 થી ઉપર હતો.. થોડી જ વારમાં, તે 582.75 પોઈન્ટના વધારા સાથે 24,593.75 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -