પોપે જેલમાં બંધ પત્રકારોને મુક્ત કરવાની અપીલ કરી, કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અનમોલ ભેટ છે..

પોપ લીઓ 14એ સોમવારે વિશ્વભરમાં જેલમાં બંધ પત્રકારોને મુક્ત કરવાની હાકલ કરી હતી.. તેમણે કહ્યું કે,, અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતા એક અનમોલ ભેટ છે..રોમમાં લગભગ 6,000 પત્રકારોમાંથી કેટલાકને મળ્યા ત્યારે તેમણે આ વાત કહી. આ પત્રકારો અગાઉ પોપની ચૂંટણી (કોન્ક્લેવ) ની પ્રક્રિયાને કવર કરવા માટે પહોંચ્યા હતા.
પ્રથમ અમેરિકન પોપ (69 વર્ષ) વેટિકન ઓડિટોરિયમમાં પત્રકારોને મળવા પહોંચ્યા. તેમને જોતાંની સાથે જ, ભીડ ઉભી થઈ ગઈ અને તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું. સામાન્ય લોકોને મળવાનો આ તેમનો પહેલો કાર્યક્રમ હતો. તેમણે પત્રકારોને શાંતિ માટે શબ્દોનો ઉપયોગ કરવા, યુદ્ધનો વિરોધ કરવા અને જેમનો કોઈ અવાજ નથી..તેમનો અવાજ બનવા વિનંતી કરી હતી…
તેમણે સત્ય શોધતા અને રિપોર્ટિંગ કરતા જેલમાં ધકેલી દેવાયેલા પત્રકારો પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી… પોપે તેમની મુક્તિ માટે અપીલ કરી હતી…ત્યાં હાજર લોકોએ ફરી એકવાર તાળીઓ પાડી હતી… તેમણે કહ્યું કે, યુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિઓમાં રિપોર્ટિંગ કરનારા પત્રકારો માનવ ગૌરવ, ન્યાય અને માહિતીના અધિકારના સાચા રક્ષક છે. એક જાણકારી રાખનારો વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે જેલમાં બંધ આ પત્રકારોની વેદના વિશ્વભરની સરકારો અને આંતરરાષ્ટ્રીય સમુદાયના અંતરાત્માને હચમચાવી નાખે છે. આ આપણા બધાને યાદ અપાવે છે કે આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસનું રક્ષણ કરવું જોઈએ..
- Advertisement -
- Advertisement -