24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ભારતે ત્રિકોણીય શ્રેણી જીતી, શ્રીલંકાને 97 રને હરાવ્યું….


ભારતે શ્રીલંકાને 97 રનથી હરાવ્યું અને ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચ જીતી. કોલંબોમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 342 રન બનાવ્યા હતા..જો કે શ્રીલંકાની ટીમ 48.2 ઓવરમાં ફક્ત 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.. કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 51 રનની ઇનિંગ્સ રમી હતી… ભારત તરફથી સ્નેહા રાણાએ ચાર અને અમનજોત કૌરે ત્રણ વિકેટ લીધી હતી.. આ શ્રેણીમાં ત્રીજી ટીમ દક્ષિણ આફ્રિકા હતી..જે ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી.

શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી. અમનજોત કૌરે પહેલી જ ઓવરમાં હસિની પરેરાને બોલ્ડ કરી દીધી. તે ખાતું પણ ખોલાવી શકી નહીં. જોકે, શ્રીલંકાએ રિકવરી કરીને વિશ્મી ગુણારત્ને અને ચમારી અટાપટ્ટુની ભાગીદારીને કારણે બીજી વિકેટ માટે 68 રન ઉમેર્યા. અમનજોતે પોતાની બોલિંગથી બંને બેટ્સમેનોને આઉટ કરી હતી.. વિશ્મી 36 રન બનાવીને આઉટ થઇ હતી..જયારે ચમારી 51 રન બનાવીને આઉટ થઇ હતી…આ સિવાય નિલાક્ષિકા સિલ્વાએ 48, હર્ષિતા સમરવિક્રમાએ 26 અને દેવમી વિહંગાએ ચાર રન બનાવ્યા હતા. અનુષ્કા સંજીવની અને સુગંધિકા કુમારીએ કેટલાક સારા શોટ રમ્યા… પરંતુ તેમની ટીમને વિજય અપાવી શકી નહીં. બંને અનુક્રમે 28 અને 27 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી..ભારત તરફથી સ્નેહ રાણા અને અમનજોત કૌરે શ્રી ચારણી સાથે મળીને એક-એક વિકેટ લીધી હતી…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -