36.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ‘કાયર’ છે.. સાંસદ શાહિદ અહમદ ખટ્ટક


પાકિસ્તાનના સાંસદ શાહિદ અહમદ ખટ્ટકે નેશનલ એસેમ્બલીમાં કહ્યું, “ભારતના વલણ અંગે તેમના (પીએમ શાહબાઝ શરીફ) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. તે કાયર છે. મને ટીપુ સુલતાનનું નિવેદન યાદ છે… જેમાં તેમણે કહ્યું હતું કે,, જો સેનાનો નેતા સિંહ હોય અને તેની સાથે શિયાળ હોય, તો તેઓ સિંહની જેમ લડે છે, પરંતુ જો સિંહોની સેનાનો નેતા શિયાળ હોય, તો તેઓ લડી શકતા નથી… અને યુદ્ધ હારી શકતા નથી.”

તેમણે આગળ કહ્યું, “આ સમયે, સરહદ પર ઉભેલા આપણા સૈનિક અપેક્ષા રાખે છે કે આપણો નેતા, જે આપણો ચહેરો છે, જે આપણી શક્તિનો અરીસો છે… તે રાજકીય રીતે પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. તેમની પાસે દુશ્મન સામે લડવાની હિંમત હોવી જોઈએ… પરંતુ જ્યારે તમારા વડાપ્રધાન કાયર છે. તેઓ મોદીનું નામ પણ લઈ શકતા નથી… તો પછી તમે સરહદ પર લડતા સૈનિકને શું સંદેશ આપી રહ્યા છો?”

ગુરુવારે જ એક વીડિયો વાયરલ થયો હતો.. જેમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય અને ભૂતપૂર્વ આર્મી મેજર તાહિર ઇકબાલ બોલતી વખતે રડી પડ્યા હતા.ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલે નેશનલ એસેમ્બલીમાં કહ્યું, “અમે અમારા સમુદાયને સાથે ચાલવાનું કહીએ છીએ.. અને અમારા બધાનું રક્ષણ કરવા માટે અમારા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ દેશનું રક્ષણ કરો.” તાહિર ઇકબાલે કહ્યું હતું કે… અલ્લાહ ઇચ્છતો હતો કે પાકિસ્તાન બને અને તેમણે જ આ દેશ બનાવ્યો. હવે તે તેનું રક્ષણ કરશે. તેઓએ રડતાં કહ્યું, “અલ્લાહ, કૃપા કરીને અમને માફ કરો. અમે તમારી સામે માથું નમાવીએ છીએ… અને માફી માંગીએ છીએ.. અને તેમાં કોઈ શંકા નથી કે,, અમે તમારી સામે મોટા પાપી છીએ.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -