આતંકવાદી મસૂદ અઝહર પોતાના પરિવારના 10 સભ્યોના મોત પર રડ્યો, કહ્યું- હું પણ મરી ગયો હોત તો સારૂ થાત…

પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો..આ હુમલામાં ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.. ઓપરેશન સિંદૂર હેઠળ 25 મિનિટ સુધી હુમલો કરવામાં આવ્યો હતો..જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.અહેવાલો અનુસાર, આ હુમલાઓમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. પરંતુ સૌથી મોટું નુકસાન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને થયું છે.
આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના ઘણા લોકો માર્યા ગયા છે..મસૂદ અઝહરે એક નિવેદન બહાર પાડ્યું છે. પોતાના આતંકવાદી કાવતરાઓથી સામાન્ય નાગરિકોના જીવ લેનાર અઝહર આજે પોતાના પરિવાર માટે રડી રહ્યો છે… હવે તેની પાસે કંઈ બચ્યું નથી.. ન તો તેનો કોઈ પરિવાર છે.. અને ન તો ભારતે તે ઠેકાણા છોડી દીધા છે.. જ્યાંથી આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી. હવે અઝહર પાસે જીવવા માટે કંઈ બચ્યું નથી… અને તે કહી રહ્યો છે કે જો હું પણ મરી ગયો હોત તો સારું થાત.
ઉર્દૂમાં લખેલા પત્રમાં મસૂદ અઝહરે કહ્યું છે કે.. ભારત દ્વારા કરવામાં આવેલા આ રાત્રિના હુમલામાં મારા પરિવારના 5 માસૂમ બાળકો, બુરખાધારી મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવવામાં આવ્યા છે. અઝહરે કહ્યું કે રાત્રિના હુમલામાં મારા પરિવારના 10 સભ્યો શહીદ થયા છે… જેમાં મારી પ્રિય મોટી બહેન અને તેના પતિ (જીજાજી) માર્યા ગયા હતા.. પાંચ માસૂમ બાળકો પણ મોતને ભેટયા હતા.. મારા ભત્રીજા અને ભત્રીજાની પત્ની માર્યા ગયા છે… મારી પ્રિય ભત્રીજીનું મોત થયું છે.. હુઝૈફા અને તેની માતા માર્યા ગયા છે… અને મારા બે પ્રિય સાથીઓ સહિત કુલ 14 લોકો માર્યા ગયા છે..
- Advertisement -
- Advertisement -