36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

બનાસકાંઠા : દાંતીવાડા તાલુકામાં બનાસડેરી દ્વારા 3000થી વધુ સોસ કૂવા બનાવાશે..


દાંતીવાડા તાલુકામાં વધતી જતી પાણીની વિકટ સમસ્યા સામે રાહત આપતી મહત્વપૂર્ણ અનોખી પહેલ બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ખીલી રહ્યો હોવાથી હવે વરસાદી પાણીનો સંગ્રહ કરવો સમયની મહત્તમ જરૂરિયાત બની છે. આ જળસંકટને ધ્યાનમાં રાખીને દાંતીવાડ તાલુકાના તમામ ગામોમાં જળસંચય માટે દાંતીવાડા તાલુકાની કુલ 73 દૂધ મંડળી વિસ્તારમાં 40 જેટલા સોસ કૂવા બનાવવાનું આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત કુલ 4000થી વધુ સોસ કૂવા બનાવવાના લક્ષ્યાંક સાથે કામ શરૂ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “કેચ ધ રેન”  અભિયાનથી પ્રેરિત બનાસ જળસંચય અભિયાન અંતર્ગત સોસ કૂવા નિર્માણ અભિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરુઆત કરવામાં આવી છે.. જેમાં સોસ કૂવો 4×4 પહોળો તેમજ 6 ફૂટ ઊંડા હશે. જ્યાં ખેતરોના નીચાણવાળા વિસ્તારોમાં મેટલ સાથે બનાવવામાં આવનારા આ કૂવાઓ વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં, મદદરૂપ થશે. દરેક સોસ કૂવો પર અંદાજિત રૂ. 4750નો ખર્ચ થશે.. જેમાંથી 50 ટકા સહાય બનાસડેરી તરફથી આપવામાં આવશે.

દાંતીવાડા ખાતે આવેલી સાગર કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ મહત્વની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન દાંતીવાડા વિભાગના ડિરેક્ટર પી.જે.ચૌધરીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિસ્તરણ અધિકારી ઈશ્વરભાઈ ચૌધરી, બનાસડેરી વેટનરીના હેડ ડૉ.હરિભાઈ પટેલ, નટુભાઈ ચૌધરી ,દિનેશભાઈ બોકા, હરજીભાઈ ભૂતડીયા, તેજાભાઇ મારવાડીયા બનાસડેરીના સુપરવાઇઝરો તથા તાલુકાની તમામ દૂધ મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આ લોકહિતના કામને આગળ વધારવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું.

આ અંગે મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસડેરી દૂધ ઉત્પાદન વ્યવસાયને સાથે સાથે પશુપાલક તેમજ ખેડૂત કંઈ રીતે સમૃદ્ધ થાય તે પૂરતું મર્યાદિત નહીં રહી, પરંતુ પશુપાલકો અને ખેડૂતોના ભવિષ્ય માટે જળસંચય જેવી પડકારજનક બાબતોમાં પણ આગેવાન બની રહી છે. જો આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવશે.. તો લાખો લીટર વહી જતું વરસાદી પાણી જમીનમાં ઉતરી શકશે.. અને ભવિષ્યના જળસંકટ સામે મહત્વની રાહત મળશે. છેલ્લા બે ત્રણ વર્ષથી બનાસડેરી તેમજ લોકભાગીદારી દ્વારા ઊંડા કરવામાં આવેલા તળાવોના લીધે ખેડૂતોના જમીનના ભૂગર્ભ તળ ઊંચા આવ્યા છે.. જેના પરિણામે ખેડૂતોનો મોટો ફાયદો થયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -