36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

આતંકવાદી છાવણીઓ પર હુમલો…રાહુલ ગાંધીએ કહ્યું, “અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે”


ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે.. દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરે છે.ત્યારે રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી હતી… અને કહ્યું હતુ કે,, અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ!

રાહુલ ગાંધી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ છે.

તેમણે પોસ્ટમાં લખ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે.. જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતને બિરદાવીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી, કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકારની સાથે ઉભી રહી છે.

તેમનું કહેવું છે કે એકતા એ સમયની માંગ છે.. અને કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળોની સાથે ઉભી છે…આપણા નેતાઓએ ભૂતકાળમાં રસ્તો બતાવ્યો છે.. અને આપણા માટે રાષ્ટ્રીય હિત પ્રથમ આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -