36.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

મિશન માટે ‘ઓપરેશન સિંદૂર’ નામ શા માટે પસંદ કરવામાં આવ્યું..પહેલગામના પીડિતોને કેવી રીતે મળ્યો ન્યાય?


જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તારીખ 22 એપ્રિલે આતંકવાદીઓએ ફક્ત પુરુષોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા.આ આતંકવાદી હુમલામાં ઘણી સ્ત્રીઓએ પોતાના પતિ ગુમાવ્યા હતા..આ ક્રૂર આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે 15 દિવસ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POJK) માં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો..ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. આ તે મહિલાઓનું પ્રતીક છે..જેમણે આતંકવાદી હુમલામાં પોતાના પતિ ગુમાવ્યા છે.

22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને પ્રવાસીઓની હત્યા કરી હતી. આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી યુવાનનું મોત થયું હતુ.. હુમલા દરમિયાન આતંકવાદીઓએ ફક્ત પુરુષોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી..જેથી પાકિસ્તાનને પાઠ ભણાવવા ભારતે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાથી લઈને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા હતા..આ હુમલની વિશ્વ સ્તરે સખત નિંદા કરવામાં આવી હતી.

પહેલગામના ગુનેગારો અને કાવતરાખોરોને પાઠ ભણાવવા માટે ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ પર મોટા પાયે યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહી છે.. ત્યારે ભારતે આ કાર્યવાહી કરી છે. આમાં રાફેલ, મિરાજ-2000, તેજસ અને સુખોઈ-30 જેવા તમામ ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થશે. દેશના 259 સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિક સુરક્ષાનું પરીક્ષણ કરવા માટે મોકડ્રીલ પણ યોજવામાં આવશે.

સૂત્રો કહે છે કે,,,, વાયુસેનાના અભ્યાસમાં AWACS વાયુ સંરક્ષણ પ્રણાલી પણ સામેલ થશે. વાયુસેના જમીન અને હવામાં દુશ્મનના લક્ષ્યોને નષ્ટ કરવાની તેની ક્ષમતાનું પરીક્ષણ કરશે. કેન્દ્ર સરકારે સરહદી કવાયતો માટે એરમેનને નોટિસ (NOTEM) જારી કરી છે. આ નોટિસ ચોક્કસ વિસ્તારમાં ફ્લાઇટ્સ અંગે સાવધાની રાખવા માટે જારી કરવામાં આવી છે.

વાયુસેનાનો આ અભ્યાસ આજે બપોરે 3:30 વાગ્યાથી 8 મેના રોજ રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રહેશે. હવાઈ ​​ક્ષેત્ર પર પ્રતિબંધનો હેતુ ભારતીય વાયુસેનાની વિવિધ પ્રવૃત્તિઓને સરળ બનાવવાનો છે… જેમાં યુદ્ધ તૈયારીના ભાગરૂપે ફાઇટર જેટ, સર્વેલન્સ એરક્રાફ્ટ અને અન્ય હવાઈ કામગીરીનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -