28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

અનિલ કપૂર અને બોની કપૂરની માતા નિર્મલનું 90 વર્ષની વયે નિધન..


અનિલ કપૂર અને બોની કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન થયું.. નિર્મલ કપૂરે 2 મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા..કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.માતાના નિધનથી અનિલ કપૂર, બોની અને સંજયના પરિવારમાં શોકનો માહોલ છે.

અહેવાલ મુજબ, અનિલ કપૂરની માતા નિર્મલે સાંજે 5:45 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.. તે લાંબા સમયથી બીમાર હતા..ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.

એક પાપારાઝીએ કપૂર પરિવારના ઘરની બહારના કેટલાક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.. વીડિયોમાં બોની કપૂર પુત્રી અંશુલા સાથે જોવા મળી હતી. જાહ્નવી પણ તેના બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે પહોંચી હતી.

વર્ષ  2024 માં તેમનો 90મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી..નિર્મલ કપૂરના લગ્ન બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા સુરિન્દર કપૂર સાથે થયા હતા. આ લગ્ન સાથે તેઓ અનિલ, બોની, સંજય અને પુત્રી રીનાના માતા-પિતા બન્યા હતા…સુરિન્દર કપૂરનું અવસાન સપ્ટેમ્બર 2011 માં થયું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -