28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પહેલગામ હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહી કરી..સિંધુ કરાર સ્થગિત,અટારી બોર્ડર બંધ,પાકિસ્તાની રાજદ્વારી બે દિવસમાં ભારત છોડે..


જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી CCA બેઠક બાદ, વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે સિંધુ કરાર મુલતવી રાખ્યો છે. અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવશે…પાકિસ્તાની રાજદ્વારીઓને બે દિવસમાં ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ રહેશે..

પહેલગામ હુમલા બાદ ભારતે કડક પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક (CCS) માં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા. પીએમ નિવાસસ્થાને મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક અઢી કલાક ચાલી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, એનએસ અજિત ડોભાલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -