યુક્રેનના કિવમાં ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલ હુમલો
યુક્રેનિયન દૂતાવાસે શનિવારે માહિતી આપી હતી કે રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઇલે ભારતીય દવા કંપની કુસુમ ફાર્માના વેરહાઉસને નિશાન બનાવ્યું હતું. દૂતાવાસે કહ્યું કે આ હુમલો ભારતીય વ્યાપારિક હિતોને નુકસાન પહોંચાડવા માટે જાણી જોઈને કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીમાં યુક્રેનિયન દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે મોસ્કો જાણી જોઈને ભારતીય વ્યવસાયોને નિશાન બનાવી રહ્યું છે અને બાળકો અને વૃદ્ધો માટે બનાવાયેલી દવાઓનો નાશ કરી રહ્યું છે.
યુક્રેનમાં ભારતીય દવા કંપની કુસુમ ફાર્માના વેરહાઉસ પર રશિયન મિસાઇલે હુમલો કર્યો, એમ દૂતાવાસે જણાવ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, યુક્રેનિયન દૂતાવાસે કહ્યું, રશિયા ભારત સાથે ખાસ મિત્રતાનો દાવો કરે છે પરંતુ ભારતીય વ્યવસાયોને નિશાન બનાવી રહ્યું છે. તે બાળકો અને વૃદ્ધો માટે બનાવાયેલી દવાઓનો નાશ કરી રહ્યો છે.
- Advertisement -
- Advertisement -