28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

માણસા: સમૌ ગામે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી


 

માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજીના મંદિરમાં આ વખતે હનુમાન જયંતીના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને હનુમાનજી મંદિર આજુબાજુના વિસ્તારનું આસ્થા નું પ્રતિક ગણાય છે અને આ હનુમાન જન્મોત્સવનું સવિશેષ મહત્વ હોવાથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધાર્યા હતા.આ યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિરના વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

હનુમાન જન્મોત્સવ નિમિત્તે માણસા તાલુકાના સમૌ ગામે શ્રી છબીલા હનુમાનજી દાદાના મંદિરે અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું વિશેષ આયજન કરવામાં આવ્યું હતું. દાદાને અંદાજિત 15 ડબ્બા ઘીની સુખડીનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો તેમજ 13 ડબ્બા જેટલું તેલ ભક્તજનો દ્વારા ચઢાવવામાં આવ્યું હતું. તેમજ દર્શન કરવા માટે આવનાર દર્શનાર્થીઓ માટે મંદિરના વહીવટી તંત્ર દ્વારા જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ દિવસ દરમિયાન અંદાજિત 15000 જેટલી જનમેદની ઉમટી હતી અને સવારથી જ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બપોર 12.39 કલાકે દાદાને 56 પ્રકારની અલગ અલગ કેકથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બપોરે 1.39 કલાકે એક કદમ આસ્થા કી ઔરના સ્લોગન સાથે ભક્તો દ્વારા સમૂહમાં મંત્રો ઉચ્ચારણ વડે દોરાને 108 ગાંઠ વાળવામાં આવી હતી. એજ દીવસે ગ્રામજનો દ્વારા સમૂહમાં દાદાનાં નવા ગીતની ભવ્ય રીતે રજૂ કરવામાં આવી.સાથે સાથે રાત્રે સાંસ્કૃતિક કાર્યકર્મ માં ગુજરાતનાં ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર પ્રશાંત બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર આયોજન શ્રી છબીલા હનુમાન મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યુ હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -