36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

જો મુસ્લિમ સમુદાયમાંથી વધુ એન્જિનિયરો, IAS-IPS અધિકારીઓ આવશે, તો બધાનો વિકાસ થશે: ગડકરી


 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે..તેઓએ શનિવારે કહ્યું કે,,તેઓ જાહેર સંદેશાવ્યવહારમાં જાતિ અને ધર્મને લાવતા નથી. તેમણે કહ્યું કે,,તેઓ આ એટલા માટે કરે છે કારણ કે તેમનું માનવું છે કે,, લોકો સમાજની સેવાને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે. પોતાના ચૂંટણી પ્રચારનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું, “જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ.” ગડકરીએ એમ પણ કહ્યું કે ચૂંટણી હાર્યા હોય કે મંત્રી પદ ગુમાવ્યું હોય, તેમણે આ વિચાર ચાલુ રાખ્યો.

નીતિન ગડકરી નાનામુડા ઇન્સ્ટિટ્યૂટના દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા. અહીં તેમણે કહ્યું, “અમે ક્યારેય આ બાબતો જાતિ-ધર્મ પર ભેદભાવ કરતા નથી. હું રાજકારણમાં છું અને અહીં ઘણું બધું કહેવામાં આવે છે. પણ મેં નક્કી કર્યું કે,,હું મારી રીતે કામ કરીશ અને મને કોણ મત આપશે તે વિશે વિચારવાનો નથી. તેમણે આગળ કહ્યું, “મારા મિત્રોએ કહ્યું કે તમારે આ ન કહેવું જોઈતું હતું…પરંતુ મેં જીવનમાં આ સિદ્ધાંત અપનાવવાનું નક્કી કર્યું છે..ભલે હું ચૂંટણી હારી જાઉં કે મંત્રી પદ ન મળે, પણ મને કોઈ ફરક પડતો નથી…

નીતિન ગડકરીએ એ પણ યાદ કર્યું કે,, જ્યારે તેઓ MLC હતા..ત્યારે તેમણે અંજુમન-એ-ઇસ્લામ સંસ્થાન (નાગપુર) એન્જિનિયરિંગ કોલેજને પરવાનગી આપી હતી. તેમને લાગ્યું કે તેને તેની વધુ જરૂર છે. તેમણે કહ્યું, “જો મુસ્લિમ સમુદાયમાંથી વધુ એન્જિનિયરો, IPS અને IAS અધિકારીઓ બહાર આવશે તો બધાનો વિકાસ થશે. આપણી પાસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે.

નીતિન ગડકરીએ કહ્યું, “આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન-એ-ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બન્યા છે. જો તેમને ભણવાની તક ન મળી હોત તો કંઈ થયું ન હોત. આ શિક્ષણની શક્તિ છે. તે જીવન અને સમુદાયોને બદલી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -