26.6 C
Ahmedabad
Friday, March 6, 2026

રાજકોટ : બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા ત્રણનાં મોત, 40 લોકોને બચાવી લેવાયા


રાજકોટની એટલાન્ટિસ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા…ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો.. 30 વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

શું છે મામલો?

ગુજરાતના રાજકોટ શહેરમાં શુક્રવારે સવારે 12 માળની રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે રિંગ રોડ વિસ્તારમાં સ્થિત 150 ફૂટ ટાવરમાં ફસાયેલા લગભગ 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બી.જે. ચૌધરીએ જણાવ્યું કે, ‘સવારે 9.30 વાગ્યે એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હતી. આગમાં ત્રણ લોકોના મોત થયા.. જ્યારે એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે ,,,બપોરે લગભગ 12 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. મૃતકોમાંથી બેની ઓળખ કલ્પેશ લેઉવા અને મયુર લેઉવા તરીકે થઈ છે. ત્રીજા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી.

અધિકારીએ જણાવ્યું કે પીડિતોમાંથી બે બહારના હતા.. તેઓ કોઈ કામ માટે બિલ્ડિંગમાં આવ્યા હતા. ઉપરના માળે ફસાયેલા લગભગ 40 લોકોને બચાવી લીધા છે. જેમાંથી પાંચને ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક ક્રેઈનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વધુ તપાસ ચાલુ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -