પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકવાદી હુમલો, 9 લોકોનાં મોત, 35 જેટલા ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થિત બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા હતા.. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા….જયારે 35 લોકો ઘાયલ થયા હતા… આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે.. જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા હાફિઝ ગુલ બહાદુરનો ભાગ હતો..તાજેતરમાં TTP સાથે હાથ મિલાવ્યો હતો.
આતંકવાદીઓએ કાર બોમ્બનો ઉપયોગ કર્યો
રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે બે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તરત હુમલો કરવામાં આવ્યો હતો..આતંકવાદીઓએ ઇફ્તાર પછી બન્નુ કેન્ટના સુરક્ષા અવરોધ પર હુમલો કર્યો. શરૂઆતની માહિતી મુજબ આ હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ સામેલ હતા.
બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો
સોમવારે એક મહિલા આત્મઘાતી બોમ્બરે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સના કાફલાને નિશાન બનાવ્યું હતું આ હુમલામાં 01 સૈનિકનું મોત થયું હતું અને 4 અન્ય ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો કલાત જિલ્લાના મુગલઝાઈ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. આત્મઘાતી હુમલાખોરે ફ્રન્ટિયર કોર્પ્સના કાફલાને નિશાન બનાવ્યુ હતુ,,.મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલો આ હુમલો દુર્લભ ઘટનાઓમાંનો એક છે.
- Advertisement -
- Advertisement -