PM મોદીએ કહ્યું, આજે આપણે ફક્ત કાર્યબળ નથી, પણ વિશ્વબળ છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાયકાઓથી દુનિયા ભારતને પોતાનું બેક ઓફિસ કહે છે. આજે ભારત વિશ્વની નવી ફેક્ટરી તરીકે ઉભરી રહ્યું છે. આપણે ફક્ત એક કાર્યબળ નથી પણ એક વિશ્વબળ છીએ… PM મોદીએ અહીં ભારત મંડપમ ખાતે આયોજિત NXT કોન્ક્લેવમાં આ વાત કહી હતી..આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રીએ ન્યૂઝએક્સ વર્લ્ડ ચેનલ પણ શરૂ કરી હતી..
PM મોદીએ કહ્યું કે જે વસ્તુઓ આપણે પહેલા આયાત કરતા હતા.. તે હવે સ્થાનિક સ્તરે ઉત્પાદિત થઈ રહી છે. દેશ તે ઉત્પાદનો માટે નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે. તેમણે કહ્યું કે,, જે ખેડૂતો એક સમયે સ્થાનિક બજારો સુધી મર્યાદિત હતા.. તેઓ હવે તેમના પાકને વૈશ્વિક બજારોમાં પહોંચતા જોઈ રહ્યા છે. પુલવામાના બરફના વટાણા, મહારાષ્ટ્રના પુરંદરના અંજીર અને કાશ્મીરના ક્રિકેટ બેટ જેવા ઉત્પાદનોની સમગ્ર વિશ્વમાં માંગ છે.
તેમણે કહ્યું કે,, જો આજે ભારત વિશાળ લક્ષ્યો નક્કી કરવામાં સક્ષમ છે..તેના મૂળમાં એક ખાસ મંત્ર છે. આ મંત્ર છે લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન. આ કાર્યક્ષમ અને અસરકારક શાસનનો મંત્ર છે. એક દાયકામાં, અમે લગભગ 1,500 કાયદાઓ નાબૂદ કર્યા છે જે પોતાનું મહત્વ ગુમાવી ચૂક્યા હતા. આમાંના ઘણા કાયદા બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દિલ્હીમાં ખાન માર્કેટ ગેંગ અને લુટિયન્સ ગેંગ પર નિશાન સાધ્યું હતુ.. અને કહ્યું કે મારી પાસે તે સમયની સરકાર અને નેતાઓ વિશે કહેવા માટે કંઈ નથી.. પરંતુ મોટાભાગે મને આ લુટિયન્સ ગ્રુપ, આ ખાન માર્કેટ ગેંગ પર આશ્ચર્ય થાય છે. આ લોકો 75 વર્ષ સુધી આવા કાયદા પર કેમ ચૂપ રહ્યા? આપણી સરકારે ગુલામી યુગના કાયદાઓ નાબૂદ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,, છેલ્લા દાયકામાં 2.5 કરોડથી વધુ ઘરોમાં પહેલીવાર વીજળી પહોંચી છે. વીજળીની માંગ અને ઉત્પાદનમાં આ વધારાને કારણે ઇલેક્ટ્રોનિક ઘટકોની માંગમાં વધારો થયો. સસ્તા ડેટાના કારણે મોબાઇલ ફોનની માંગમાં વધારો થયો છે.. જેના કારણે ડિજિટલ ઉપકરણોનો વપરાશ વધ્યો છે.. આ માંગને તકમાં ફેરવીને અમે PLI યોજના જેવા કાર્યક્રમો શરૂ કર્યા અને ભારત હવે ઇલેક્ટ્રોનિક્સનો મુખ્ય નિકાસકાર બની ગયો છે.
તેમણે કહ્યું કે આજે આખી દુનિયાની નજર 21મી સદીના ભારત પર છે. દુનિયાભરના લોકો ભારત આવવા માંગે છે અને ભારતને જાણવા માંગે છે. આજે, ભારત દુનિયાનો એવો દેશ છે જ્યાં સતત સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. સમાચાર બનાવવાની કોઈ જરૂર નથી. જ્યાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે, ત્યાં કંઈક નવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે 26 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ સંપન્ન થયો હતો. આખી દુનિયા આશ્ચર્યચકિત છે કે કેવી રીતે એક અસ્થાયી શહેરમાં કરોડો લોકોએ નદી કિનારે સ્નાન કર્યું. આજે દુનિયા ભારતના આયોજન અને નવીનતા કૌશલ્ય પર નજર રાખી રહી છે. અમે અહીં સેમિકન્ડક્ટરથી લઈને એરક્રાફ્ટ સુધી બધું જ બનાવી રહ્યા છીએ. દુનિયા ભારતની આ સફળતા વિશે વિગતવાર જાણવા માંગે છે.
- Advertisement -
- Advertisement -