વકફ બિલને કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં રજૂ કરી શકે છે
કેબિનેટે ગુરુવારે વકફ સુધારા બિલને મંજૂરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, JPC રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તેને સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુધારાઓને 19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.આ સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે.વકફ બિલ સૌપ્રથમ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું.પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી કેટલાક સુધારાઓ બાદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપ્રત કર્યો હતો..
ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ વક્ફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો,,,સમિતિના અહેવાલના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે.આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકે છે. બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
અગાઉ વક્ફ બિલ પર JPC રિપોર્ટને નકલી ગણાવતા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે,, અમે આવા નકલી રિપોર્ટને સ્વીકારતા નથી, ગૃહ તેને ક્યારેય સ્વીકારશે નહીં.
JPCએ 29 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી
સંસદીય સમિતિએ 29 જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના તેના અહેવાલને મંજૂરી આપી હતી.આ અહેવાલના તરફેણમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા હતા.. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.વકફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, ‘વક્ફ બાય યુઝર’ જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
વક્ફ બોર્ડ શું છે?
વકફ એક અરબી શબ્દ છે.. જેનો ખાસ અર્થ એ છે કે અલ્લાહના નામે દાનમાં આપેલી વસ્તુ, એટલે કે જેનો હેતુ દાન છે. આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી. તેને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને તેની દેખભાળ ‘વક્ફ-બોર્ડ’ને આપવામાં આવે છે. આ સંસ્થા તે મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ, ખરીદી, ભાડા વગેરે સંભાળે છે. એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો તે તે મિલકત ક્યારેય પાછી લઈ શકે નહીં અને વક્ફ બોર્ડ ઇચ્છે તેમ તેનો ઉપયોગ કરે છે.વક્ફ બોર્ડ અલ્લાહના નામે દાન કરાયેલી વસ્તુઓ પર નજર રાખે છે.વક્ફ બોર્ડ ખાતરી કરે છે કે દાનમાં મળેલી જંગમ અને સ્થાવર મિલકતનો યોગ્ય રીતે ઉપયોગ થાય. ઇસ્લામ મુજબ તે તેનો ઉપયોગ પણ કરે છે.
- Advertisement -
- Advertisement -