31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સેમ પિત્રોડા વિરુદ્ધ EDમાં ફરિયાદ દાખલ, 150 કરોડ રૂપિયાની ગેરકાયદે જમીન સંપાદનનો આરોપ


કર્ણાટકના એક ભાજપના નેતાએ સેમ પિત્રોડા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી હતી. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર એનઆર રમેશે આરોપ લગાવ્યો છે કે,, પિત્રોડાએ વન વિભાગના અધિકારીઓ સહિત પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓની મદદથી બેંગલુરુના યેલહંકામાં 150 કરોડ રૂપિયાની 12.35 એકર સરકારી જમીન ગેરકાયદે રીતે હસ્તગત કરી હતી.

ED ને આપેલી ફરિયાદમાં રમેશે જણાવ્યું કે, સેમ પિત્રોડા ઉર્ફે સત્યનારાયણ ગંગારામ પિત્રોડાએ 23 ઓક્ટોબર, 1993 ના રોજ મુંબઈમાં સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની કચેરીમાં ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન્સ નામની સંસ્થા નોંધાવી હતી. પિત્રોડાની વિનંતી પર પાછળથી તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું. તેમણે 2008 માં બેંગલુરુમાં બ્યાતરાયણપુરા સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં આ જ નામે ટ્રસ્ટ ડીડ નોંધાવ્યો હતો..

એવો આરોપ છે કે તે દરમિયાન પિત્રોડાએ કર્ણાટક રાજ્ય વન વિભાગને ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ અને સંશોધન માટે લીઝ પર અનામત વન વિસ્તાર ફાળવવા વિનંતી કરી હતી. પિત્રોડાની વિનંતી પર કર્ણાટક રાજ્ય વન વિભાગે 1996માં યેલહંકા નજીક જરકાબંદે કવલના બી બ્લોકમાં પાંચ હેક્ટર  અનામત વન જમીન પાંચ વર્ષના લીઝ પર ફાળવી હતી. ભાજપના નેતાએ જણાવ્યું કે સેમ પિત્રોડાની મુંબઈ સ્થિત FRLHT ની લીઝ અવધિ 2 ડિસેમ્બર, 2011 ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી..અને તેને લંબાવવામાં આવી ન હતી. લીઝનો સમયગાળો પૂરો થયા પછી રાજ્યના વન વિભાગને 12,.35 એકર સરકારી જમીન પાછી મેળવવી પડી હતી.. જેની કિંમત હવે ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ છે. પરંતુ વન વિભાગના અધિકારીઓએ છેલ્લા 14 વર્ષથી જમીન પાછી મેળવવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. આ મામલે સેમ પિત્રોડાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -