થાઈલેન્ડમાં અકસ્માત, બસ ખાડામાં પડતાં 18 લોકોના મોત
થાઇલેન્ડના પ્રાચીન બુરીમાં એક પ્રવાસી બસ ખાડામાં પડી જતાં 18 લોકોનાં મોત થયાં હતા…પોલીસે કહ્યું કે, બસની બ્રેક ફેઇલ થઇ જતાં બસ નિયંત્રણ બહાર થઇ જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો..મૃત્યુ પામેલા તમામ લોકો અભ્યાસ માટે યાત્રા પર જઇ રહ્યાં હતા..આ ઘટના થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી 155 કિમી પૂર્વમાં બની હતી..પોલીસે ઘટના સ્થળે જઇને બચાવ કામગીરી શરૂ કરી હતી…
પીએમએ દુઃખ વ્યક્ત કર્યું
થાઇલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી… આ સાથે તેમણે આ અકસ્માત અંગે તપાસ અંગે પણ વાત કરી. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે ,જો એવું જાણવા મળશે કે વાહન સલામતીનું ઉલ્લંઘન થયું છે.. તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પીએમ શિનાવાત્રાએ કહ્યું કે,, વાહન નિરીક્ષણ સલામત રીતે થવું જોઈએ અને વાહનોએ ધોરણોનું પાલન કરવું જોઈએ.
ગત વર્ષે બસ અકસ્માતમાં 23 લોકોનાં મોત થયાં હતા
થાઈલેન્ડમાં માર્ગ અકસ્માતો સામાન્ય છે. નબળા વાહન સલામતી ધોરણો અને રસ્તાઓની નબળી જાળવણી અકસ્માતોનું મુખ્ય કારણ છે.ગત વર્ષે થાઇલેન્ડમાં ગેસ સિલિન્ડર લીક થવાને કારણે એક સ્કૂલ બસમાં આગ લાગી હતી,.. જેમાં 16 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોનાં મોત થયાં હતાં.
- Advertisement -
- Advertisement -