રખિયાલ ખાતે કિસાન સુવિધા કેન્દ્રમાં કિસાન સંગોષ્ઠિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.. સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો 24મી ફેબ્રુઆરી 2025ના રોજ બિહારના ભાગલપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રીલીઝ કરવામાં આવ્યો હતો.આ ઇવેન્ટને GATL – કિસાન સુવિધા કેન્દ્ર રખિયાલ દ્વારા ખેડૂતોને લાઇવ બતાવી અને કિસાન સંગોષ્ઠિ કાર્યક્રમની ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી..
બિહારના ભાગલપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો હતો…આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા 22 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી..
વડાપ્રધાન મોદીએ સોમવારે બિહારના ભાગલપુરમાં કહ્યું કે,, જંગલ રાજ માટે જવાબદાર આ લોકો આપણા વારસા અને શ્રદ્ધાને નફરત કરે છે. તેઓ મહાકુંભને ગાળ આપી રહ્યા છે. રામ મંદિરથી નારાજ લોકો મહાકુંભને શાપ આપવાની એક પણ તક છોડતા નથી. જનતા તેમને માફ નહીં કરે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે લોકો પશુઓનો ચારો ખાય છે તેઓ પરિસ્થિતિ બદલી શકતા નથી. વડાપ્રધાને નીતિશ કુમારને પ્રિય મુખ્યમંત્રી તરીકે વર્ણવ્યા હતા.
મોદીએ પોતાના ભાષણમાં છ વખત જંગલ રાજ અને ત્રણ વખત કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- પહેલા વચેટિયાઓ નાના ખેડૂતોના અધિકારો છીનવી લેતા હતા.. પરંતુ આ મોદીજી છે, આ નીતિશજી છે, જે કોઈને ખેડૂતોના અધિકારો છીનવા નહીં દે. વડાપ્રધાનએ બિહાર માટે 24 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યો હતો..

