36.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

ચેમ્પિયન્સ ટ્રોફી 2025:ભારતીય ખેલાડીઓ કેટલા દિવસ પરિવારને સાથે રાખી શકશે?,BCCIએ પોતાનો નિર્ણય કેમ બદલ્યો?


BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેના નિયમોમાં ફેરફાર કર્યા. BCCI સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને ઘણા મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે બોર્ડે ટુર્નામેન્ટ દરમિયાન પરિવારોને ખેલાડીઓ સાથે રહેવાની મંજૂરી આપી છે.જો કોઈ ખેલાડી ઈચ્છે તો ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તે પોતાના પરિવારને પોતાની સાથે રાખી શકે છે. જોકે, શરત એ છે કે તે આ ફક્ત એક જ મેચ માટે કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ BCCIએ 10-પોઇન્ટ નિયમો લાગુ કર્યા હતા. જેમાંથી એક કોઈપણ વિદેશી પ્રવાસ પર પરિવારને સાથે ન લઈ જવા સંબંધિત હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા દુબઈમાં છે. પહેલાના નિયમો અનુસાર કોઈપણ ભારતીય ખેલાડી આ પ્રવાસ પર પોતાના પરિવારને સાથે લઈ જઈ શકશે નહીં કે રાખી શકશે નહીં. જોકે, હવે બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, જો કોઈ ભારતીય ખેલાડી પોતાના પરિવારને દુબઈ લઈ જવા માંગે છે.. તો તે ફક્ત એક મેચ માટે જ આમ કરી શકે છે.

એક રિપોર્ટમાં, BCCIના એક અધિકારીએ જણાવ્યું કે,, શરૂઆતમાં ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી પોતાના પરિવાર સાથે ગયો ન હતો. તેને એક મેચ માટે તેના પરિવારને ત્યાં બોલાવવાની પરવાનગી આપવામાં આવી છે. બોર્ડ અધિકારીને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી કોઈ પણ ખેલાડીએ પરિવારને દુબઈ બોલાવવાની પરવાનગી માંગી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -