26.6 C
Ahmedabad
Friday, March 6, 2026

પાકિસ્તાનની ફરી નાપાક હરકત, નેશનલ સ્ટેડિયમમાંથી ભારતીય તિરંગો ગાયબ


ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનને મળ્યું છે…ત્યારે પાકિસ્તાનની ફરી નાપાક હરકત સામે આવી છે… કરાચીના નેશનલ સ્ટેડિયમમાંથી ભારતીય ધ્વજ ગાયબ દેખાયો હતો…પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરવાના કોઈ સંકેતો બતાવી રહ્યું નથી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાંથી આવા કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે. ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે કરાચીનો હોવાનું કહેવાય છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા બધા દેશોના ધ્વજ તેમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ ભારતીય ત્રિરંગો ગાયબ છે. ભારત સિવાયના તમામ સાત દેશોના ધ્વજ સ્પષ્ટપણે દેખાય છે તે પોતે જ વિચિત્ર છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે..જે જોયા બાદ ભારતીય ચાહકો પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકતા નથી.

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ BCCI એ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો..જો કે ઘણી બધી મથામણ બાદ આખરે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો..ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ અને ફાઇનલમાં પહોંચે છે તો તે મેચો પણ દુબઇમાં જ રમાશે.જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગ્યું કે તે આ ICC ટુર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો ગુમાવી શકે છે..ત્યારે તે સહમત થયું હતુ..

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે.ત્યારબાદ ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ તેની મેચ રમશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૯૯૬ પછી આ વખતે પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાની તક આપવામાં આવી છે..પરંતુ પાકિસ્તાન દરરોજ કોઈને કોઈ નવો વિવાદ ઉભો કરી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -