31.7 C
Ahmedabad
Friday, March 6, 2026

અમેરિકામાં ટ્રાન્સજેન્ડરો સૈનિક નહીં બની શકે,ટ્રમ્પના આદેશને મંજૂરી, સેનાએ તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો


યુએસ સેના હવે ટ્રાન્સજેન્ડર લોકોને સેનામાં જોડાવાની મંજૂરી આપશે નહીં. ઉપરાંત સેનામાં સેવા આપતા લોકો માટે લિંગ પરિવર્તનની સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુએસ આર્મીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે.
લિંગ પરિવર્તનની સુવિધા પણ બંધ થશે
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક નિવેદનમાં, યુએસ સેનાએ કહ્યું કે,, આ નિર્ણય તાત્કાલિક અમલમાં આવ્યો છે. જેન્ડર ડિસફોરિયાનો ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને લશ્કરમાં જોડાવા પર પ્રતિબંધ છે.યુએસ લશ્કર હવે સૈનિકો માટે લિંગ પરિવર્તન પ્રક્રિયાઓ કરવાનું કે તેને સરળ બનાવવાનું બંધ કરશે.યુએસ આર્મીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ લખ્યું છે કે, જેન્ડર ડિસફોરિયાથી પીડિત લોકોએ સ્વેચ્છાએ દેશની સેવા કરી છે.. અને તેમની સાથે ગૌરવ અને આદર સાથે વ્યવહાર કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી જાહેરાત
યુએસ સેના દ્વારા આ જાહેરાત યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને જાહેરાત કરી હતી કે, તેમણે ચાર એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જે સૈન્યને ફરીથી આકાર આપશે. ટ્રમ્પના આ આદેશોમાં ટ્રાન્સજેન્ડર લોકોને યુએસ સશસ્ત્ર દળોમાં સેવા આપવા પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા ભાષણમાં જાહેરાત કરી હતી કે. તેમના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકામાં ત્રીજા લિંગ માટે કોઈ સ્થાન રહેશે નહીં. હવે ફક્ત બે જ જાતિ હશે.. પુરુષ અને સ્ત્રી. અગાઉ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન તેમણે ટ્રાન્સજેન્ડર સૈનિકો પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ પણ કર્યો હતો.. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -