વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી..અમેરિકન રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતુ..રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘અમને તમારી ખૂબ યાદ આવી.’ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાથ મિલાવતા જોવા મળ્યા હતા.. બંનેએ એકબીજાને ગળે પણ વળગી પડ્યા હતા.. આ સમય દરમિયાન બીજી એક યાદગાર ઘટના બની હતી…એક સમયે જ્યારે પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં ખુરશી પર બેસવાના હતા ત્યારે ટ્રમ્પે આદરપૂર્વક તેમના માટે ખુરશી પાછી ખેંચી લીધી હતી.. આ ઉપરાંત, ટ્રમ્પ પીએમ મોદીની પાછળ ત્યાં સુધી ઉભા રહ્યા જ્યાં સુધી પીએમ મોદીએ એક પુસ્તક પર પોતાના અનુભવો શેર કર્યા નહીં.
PM મોદીએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ રાખે છે.. તેની હું પ્રશંસા કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જેમ ભારતના હિતોને સર્વોચ્ચ રાખીને કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે,, જ્યારે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઉલ્લેખ થાય છે ત્યારે દરેકને ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ યાદ આવે છે. દરેકને તેમની પાસેથી પ્રેરણા મળે છે. તેવી જ રીતે વર્ષ 2047 સુધીમાં જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે.. ત્યાં સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના 140 કરોડ નાગરિકોના સંકલ્પને આજે નવી ગતિ મળી રહી છે. અમેરિકા વિશ્વનું સૌથી જૂનું લોકશાહી છે.જયારે ભારત એક વિશાળ લોકશાહી છે.. તેથી આપણા બંનેના ભેગા થવાનો અર્થ 1+1 = 2 નથી પરંતુ 1 અને 1 = 11 છે. આ શક્તિનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે થશે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમેરિકાના લોકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું લક્ષ્ય MAGA એટલે કે અમેરિકાને ફરીથી મહાન બનાવો.’ ભારતના લોકો પણ 2047 સુધીમાં વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે વારસા અને વિકાસના માર્ગ પર વિકાસ તરફ ખૂબ જ ઝડપથી અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ ‘ભારતને ફરીથી મહાન બનાવો’ એટલે કે ‘MIGA’ થાય છે. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે MAGA વત્તા ‘MIGA’, ત્યારે તે બને છે – સમૃદ્ધિ માટે ‘મેગા’ ભાગીદારી અને આ મેગા આપણા લક્ષ્યોને નવો સ્કેલ અને અવકાશ આપે છે.

