33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

નાગપુરમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ગિલ, અક્ષર અને જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કર્યુ 


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નાગપુરમાં રમાયેલી ODI શ્રેણીની પહેલી મેચ ભારતે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ ચાર વિકેટથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે ભારતને 249 રનનો લક્ષ્યાંક આપ્યો હતો..પરંતુ ટીમ ઇન્ડિયાએ 38.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી..ટીમ ઈન્ડિયાની જીતમાં શ્રેયસ ઐયર, શુભમન ગિલ અને અક્ષર પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ત્રણેય ખેલાડીઓએ શાનદાર અડધી સદી ફટકારી હતી. ઐયરે 36 બોલમાં ઝડપી 59 રન બનાવ્યા હતા..જયારે શુભમન ગિલે સૌથી વધુ ૮૭ રનની ઇનિંગ્સ રમી હતી.. અક્ષર પટેલે ૫૨ રનની ઇનિંગ ખેલી હતી..તો શુભમન ગિલ અને અક્ષર પટેલ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૦૮ રનની શાનદાર ભાગીદારી જોવા મળી હતી..

ટોસ જીતીને ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો..જો કે આખી ટીમ ફક્ત 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી… હર્ષિત રાણાએ પોતાની ડેબ્યૂ વનડે મેચમાં 3 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.. ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી.પરંતુ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરીને આખી ટીમને 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -