28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

જગદગુરુ સંત તુકારામ મહારાજના 11મા વંશજએ આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં કારણ આપ્યું


જગદગુરુ સંત તુકારામ મહારાજના અગિયારમા વંશજ શિરીષ મહારાજ મોરે આત્મહત્યા કરી છે. આર્થિક તંગીને કારણે તેમણે આ પગલું ભર્યું છે. પોલીસે તેના ઘરેથી મળેલી સુસાઇડ નોટમાં તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

સુસાઈડ નોટમાં તેણે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરવાનો ઉલ્લેખ કર્યો છે. શિરીષ મહારાજ સંત તુકારામ મહારાજના અગિયારમા વંશજોમાંના એક હતા. નિગડીમાં તેમનું એક ઈડલી રેસ્ટોરન્ટ પણ હતું. તેના સિવાય પરિવારમાં તેના માતા અને પિતા પણ છે. તેમના લગ્ન ગયા મહિને નક્કી થયા હતા. લગ્ન એપ્રિલ અથવા મે મહિનામાં થવાના હતા. પરંતુ લગ્ન પહેલા જ તેમણે આત્મહત્યા કરી લીધી છે..

આત્મહત્યાની ઘટનાથી દેહુગાંવમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેહરોડ પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે,,શિરીષ મહારાજ પોતાના રૂમમાં સૂતા હતા. સવારે, જ્યારે પરિવારના સભ્યો તેને જગાડવા ગયા ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. જે બાદ પરિવારના સભ્યોએ થોડી વાર પછી દરવાજો તોડી નાખ્યો હતો..દરવાજો તોડ્યા પછી, જ્યારે પરિવારના સભ્યોએ સામે જોયું, ત્યારે શિરીષ મહારાજ ત્યાં પડેલા હતા. જોકે, આ પછી પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયા હતાં..જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -