ગાંઘીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે..જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..રખિયાલ બજારમાં દુકાનદારો,,વેપારીઓ તેમજ ગ્રામજનો,,વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે..

ખેતરોમાં ઘઉં તેમજ દિવેલા સહિતના પાકોમાં ઢોર ઘુસી જતા હોવાની રાવ ઉઠી છે….રખડતા ઢોર પકડવા મામલે ગ્રામપંચાયત નિષ્ક્રિય રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે..

રખિયાલ બજાર,,મેઇન બજાર,,પોલીસ સ્ટેશન રોડ,,પીંપલજ તેમજ સામેત્રી રોડ,,રખિયાલથી મોડાસા રોડ પર રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ જોવા મળે છે,..ભરચક બજારમાં રોડ વચ્ચે ઢોરો બિન્દાસ્ત ફરતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે…ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે…કરિયાણાના દુકાનદારો,,શાકભાજી તેમજ ફળ ફળાદીની લારીના વેપારીઓ પણ રખડતા ઢોરથી ખૂબ જ પરેશાન છે…રખિયાલ બજારમાં ખરીદી કરવા આવતી મહિલાઓને પણ રખડતા ઢોરોના હુમલાની દહેશત સતાવી રહી છે..

આ અંગે ગ્રામપંચાયત ક્યારે જાગશે તેને લઇને સવાલો પણ ઉઠી રહ્યા છે..ગ્રામપંચાયત સત્વરે પગલા ભરીને રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરે તેવી માંગ ઉઠી છે..

