28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન,ભાજપના નેતા જયરાજસિંહે પરમારે દુ:ખ વ્યક્ત કર્યુ..કહ્યું એક માત્ર ધારાસભ્ય જે બસમાં ફરતા હતા તે આજે ગુજરાતે ગુમાવ્યા


ગુજરાત વિધાનસભાના કડી બેઠકના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું અવસાન થયું છે..ત્યારે ભાજપના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે કરશનભાઇ સોલંકીના અવસાન પર દુ:ખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી..જયરાજસિંહ પરમારે કહ્યું કે,સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ સાથે જાહેર જીવનમાં તેઓએ આપેલું યોગદાન ચિરસ્મરણીય રહેશે…લોકતંત્રમાં એક સામાન્ય નાગરિક પણ રાજયની સૌથી મોટી પંચાયત એવી વિધાનસભામાં બેસી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કરશનભાઇ સોલંકી હતા…રાજય પરિવહનની બસમાં બેસી ફરતા એકમાત્ર ધારાસભ્ય ગુજરાતે ગુમાવ્યા છે…પરમકૃપાળુ પરમાત્મા એમના દિવગંત આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખની ઘડીએ સહન શક્તિપ્રદાન કરે એવી પ્રાર્થના..ઓમ શાંતિ..શાંતિ….શાંતિ

નગરાસણ ગામના વતની કરશનભાઇ સોલંકી બે ટર્મથી કડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા…તેઓએ કેન્સરની લાંબી સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા…તેમના અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,,,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,,ઋષિકેશ પટેલ સહિતના કાર્યકરો તેમના ઘરે પહોંચી ગયા હતા…કરશનભાઇ સોલંકીના નિધનથી ભાજપના કાર્યકર્તાઓ સહિતના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -