31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ કોણ છે?? જેમને કિંગ ખાને પોતે સૌથી સફળ નિષ્ફળ વ્યક્તિ ગણાવ્યા હતા


શાહરૂખ ખાન તેમના શાનદાર અભિનય માટે જાણીતો છે..તે ઘણીવાર તેના ઇન્ટરવ્યુમાં તેમના માતાપિતા વિશે વાત કરતો જોવા મળે છે. એકવાર તેણે તેના પિતા વિશે વાત કરી હતી..તેણે કહ્યું હતું કે કેવી રીતે તેના પિતા વકીલથી ચાની દુકાનના માલિક બન્યા હતા…એટલું જ નહીં, તે તેને સૌથી સફળ નિષ્ફળ વ્યક્તિ કહેતો હતો..

સૌથી સફળ નિષ્ફળ વ્યક્તિ કહેવાનું કારણ શુ?

શાહરૂખ ખાન એક વાર અનુપમ ખેરના શોમાં ગયો હતો. જ્યાં અનુપમ ખેરે તેમને પૂછ્યું હતું કે તમે એક સમયે તમારા પિતાને સૌથી સફળ નિષ્ફળ વ્યક્તિ કહ્યા હતા. શાહરુખે કહ્યું હતું કે પહેલા તે વકીલ હતાં..ત્યારબાદ પ્રેક્ટિસ કરી ન હતી.. તેમને લાગ્યું કે તે તેમના માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે તેઓ કદાચ દેશના સૌથી યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા. આ બાબતમાં તેમની પાસે તાંબાની પ્લેટ છે.મારાં પિતા 14-15 વર્ષની ઉંમરે જેલમાં પણ ગયા હતાં… મને લાગે છે કે,,તેમણે મૌલાના અબ્દુલ કલામ આઝાદ સામે ચૂંટણી પણ લડી હતી.. જોકે હારી ગયા હતા.

પિતાનાં બધા વ્યવસાયો નિષ્ફળ રહ્યા :શાહરુખ 

શાહરુખે આગળ કહ્યું- તે પછી તેમણે ખૂબ મોટો ધંધો શરૂ કર્યો પણ તે નિષ્ફળ ગયો હતો..મારા ફાધરે ફર્નિચરનો ધંધો શરૂ કર્યો હતો અને તે પણ નિષ્ફળ ગયો હતો..પછી તેમણે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો હતો..તે પણ નિષ્ફળ ગયો હતો..પછી તેમનું એક રેસ્ટોરન્ટ હતું..જે નિષ્ફળ ગયું હતું..અંતે સ્વતંત્રતા સેનાનીઓને એક નાની જગ્યા આપવામાં આવી હતી..તેમને હોસ્પિટલની પાછળ જગ્યા આપવામાં આવી હતી. જ્યાં તે ચા બનાવીને વેચતા હતાં..તે MA LLB હતા..મારા પિતા ખૂબ જ શિક્ષિત હતાં..આજે હું જે કંઈ છું તે તેમના કારણે જ છું. તેઓ ન તો રાજકારણમાં જોડાયા કે ન તો સ્વતંત્રતા સેનાની હોવાનો લાભ લીધો. તે ખૂબ જ પ્રામાણિક હતાં.. તેમના પછીના દિવસોમાં તેઓ NSD માં પણ મેસ ચલાવતા હતા.

નોંધનીય છે કે,,,શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ ખાન છે..જેનું ૧૯૮૧ માં કેન્સરથી અવસાન થયું હતું. તેઓ સ્વતંત્રતા સેનાની હતા. તેમની પત્નીનું નામ ફાતિમા ખાન હતું..જેનું ૧૯૯૧માં શાહરૂખ ખાન હિન્દી સિનેમામાં પ્રવેશ કરે તે પહેલાં અવસાન થયું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -