31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સાપુતારા હિલ સ્ટેશન નજીક બસ ખાડામાં પડતા 5લોકોનાં મોત, 17 લોકો થયા ઘાયલ


ડાંગ જિલ્લામાં રવિવારે સવારે યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી જતાં 5 લોકોના મોત થયા હતા..જયારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ભક્તોને લઈ જતી એક બસ ખીણમાં પડી ગઈ હતી. પોલીસે કહ્યું કે,,મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હતા. બચાવ અને રાહત કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી..

સાપુતારા હિલ સ્ટેશન નજીક બસના ડ્રાઇવરે કાબુ ગુમાવતાં આ અકસ્માત સવારે ૪.૧૫ વાગ્યે થયો હતો. તેમણે કહ્યું કે બસમાં 48 યાત્રાળુઓ હતા અને અકસ્માતમાં બસ ક્રેશ બેરિયર તોડીને લગભગ 35 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી..

પોલીસે જણાવ્યું હતું કે બસ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરથી ભક્તોને ગુજરાતના દ્વારકા લઈ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે બસમાં સવાર શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોક નગર જિલ્લાના હતા. અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 લોકોમાંથી 2 મહિલાઓ અને ત્રણ પુરુષો હતા. પાંચેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં.ઈજાગ્રસ્તોને આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -