26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

શું આમિર ખાન ત્રીજી વખત પ્રેમમાં પડ્યો છે? તાજેતરમાં જ અભિનેતાએ કહ્યું હતું કે તેને એકલા રહેવું ગમતું નથી


બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના દરવાજા પર પ્રેમ ફરી એકવાર ખટખટાવ્યો છે. ફિલ્મફેરના એક અહેવાલ મુજબ, આમિર ખાન હાલમાં એક ગંભીર સંબંધમાં છે. આમિર ખાનની રહસ્યમયી મહિલા કોણ છે? શું તે ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે? ફિલ્મફેરના અહેવાલો અને સૂત્રો અનુસાર આમિર ખાનની રહસ્યમય મહિલા બેંગ્લોરની છે. આમિર ખાને રહસ્યમય મહિલાનો પરિચય તેના પરિવાર સાથે પણ કરાવ્યો છે…આ સમાચાર સામે આવ્યા બાદથી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું આમિર ખાન ત્રીજી વાર લગ્ન કરશે? આ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી…આમિર ખાન કે તેના પરિવારે તે પ્રેમમાં હોવાના અને ત્રીજી વખત લગ્ન કરવાના સમાચારની પુષ્ટિ કરી નથી…

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું કે, ‘મને એકલા રહેવું બિલકુલ પસંદ નથી. મને એક જીવનસાથીની જરૂર છે. હું એકલો રહેતો વ્યક્તિ નથી…મને કોઈનો સાથ ગમે છે. હું મારી બંને ભૂતપૂર્વ પત્નીઓ રીના અને કિરણની પણ ખૂબ નજીક છું.

આમિર ખાનના બે લગ્ન અને બે છૂટાછેડા થયા હતા.

આમિર ખાનના સંબંધોની વાત કરીએ તો, તેણે બે વાર લગ્ન કર્યા છે અને બંને પત્નીઓને છૂટાછેડા પણ આપી દીધા છે. આમિર ખાને પહેલા લગ્ન 1986 માં રીના દત્તા સાથે કર્યા હતા.. પરંતુ 2002 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા… ત્યારબાદ આમિર ખાને વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતાં… જયારે વર્ષ 2021 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતાં..

આમિર ખાને કહ્યું કે,, તેના બંને ભૂતપૂર્વ પત્નીઓ સાથે તેના સંબંધો હજુ પણ સારા છે. રીના દત્તાથી આમિરને બે બાળકો છે.. એકનું નામ જુનૈદ અને બીજું ઇરા છે. આમિરને કિરણ રાવથી એક પુત્ર છે..જેનું નામ આઝાદ છે. છૂટાછેડા પછી પણ આમિર ખાન કિરણ રાવ સાથે કામ કરી રહ્યો છે. કિરણ રાવ ફિલ્મોનું દિગ્દર્શન કરે છે.. જયારે આમિર તેનું નિર્માણ કરે છે અથવા તેમાં અભિનય કરે છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -