23 C
Ahmedabad
Thursday, March 5, 2026

રાજ્યમાંથી માવઠાનું સંકટ ટળ્યુ, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો


રાજ્યના હવામાન વિભાગના અધિકારીએ આવનાર દિવસોમાં રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ ટળ્યું હોવાનું જણાવ્યું હતું…અગાઉ હવામાન વિભાગે કરેલી સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે.. જેના કારણે રાજ્યના ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.ખેડૂતોને કમોસમી વરસાદથી ખેતી પાકમાં નુકસાન જવાની ભીતી હતી હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં તાપમાનમાં ફેરફારની થવાની શક્યતા નહીવત હોવાનું કહ્યું છે..

હવામાન વિભાગે તારીખ 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી હતી..પરંતુ હવે સિસ્ટમ નબળી પડતા તેની શક્યતા ઓછી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ જયારે કેશોદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે..જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. હાલમાં ઉત્તર પશ્ચિમી તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે..જેની અસરથી તાપમાનમાં વધઘટ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે,,હજુ શિયાળો ગયો નથી. પરંતુ ગરમીનો સામાન્ય પ્રભાવ જોવા મળી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -