ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન હમદાન બિન મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી… ત્યારબાદ યુએઈ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના ખાસ ચર્ચા કરી હતી..
જયશંકર સોમવારે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને સંબંધોને નવી ગતિ આપવા માટે ત્રણ દિવસની મુલાકાતે યુએઈ પહોંચ્યા હતા.
“દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન હમદાન મોહમ્મદને મળીને આનંદ થયો,” જયશંકરે ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું. મિત્રતાના ઊંડા સંબંધો અને આપણા લોકોના ભલા માટે તેને આગળ વધારવા પર ઉષ્માભરી ચર્ચા થઈ છે..
યુએઈના ક્રાઉન પ્રિન્સે કહ્યું કે,, તેમણે વિદેશ મંત્રી સાથે “યુએઈ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને લોકો-થી-લોકોના સંબંધોને વધારવા” ના માર્ગો પર ચર્ચા કરી છે..જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી તેમને એપ્રિલમાં નવી દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું..
“ભારતના વડા પ્રધાન તરફથી એપ્રિલમાં દેશની મુલાકાત લેવાનું આમંત્રણ મળતાં મને ખૂબ આનંદ થયો છે,” હમદાને ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું કે,,આપણા દેશો વચ્ચેના સ્થાયી સંબંધોએ યુએઈ-ભારત સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે.
તેમણે કહ્યું કે, “આપણી ભાગીદારી દ્વિપક્ષીય સહયોગ માટે એક અનુકરણીય મોડેલ તરીકે સેવા આપે છે.. અને પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતામાં ફાળો આપે છે.”ગત સોમવારે જયશંકરે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને પણ મળ્યા હતાં…અને પ્રધાનમંત્રી મોદી વતી શુભેચ્છાઓ પાઠવી હતી..

