ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના પ્રધાનમંત્રી માઈકલ માર્ટિનને તેમના બીજા કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા.. ગુરુવારે સંસદીય મતદાન બાદ માઈકલ માર્ટિન બીજા કાર્યકાળ માટે આયર્લેન્ડના વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા.. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે,, ભારત આયર્લેન્ડ સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માંગે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું, “આયર્લેન્ડના વડા પ્રધાન બનવા બદલ માઇકલ માર્ટિનને અભિનંદન. ભારત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને આયર્લેન્ડ સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.”
માઈકલ માર્ટિનના પક્ષમાં 95 મત પડ્યા
ફિઆના ફેઇલ પાર્ટીના નેતા માઇકલ માર્ટિનને તેમના નામાંકનની તરફેણમાં 95 અને વિરુદ્ધ 76 મત મળ્યા હતા..માર્ટિન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે.. જેમાં ફિઆના ફેઇલ, તેના ઐતિહાસિક હરીફ ફાઇન ગેલ અને સ્વતંત્ર સાંસદોનો સમાવેશ થશે. માર્ટિનનું નામાંકન બુધવારે મતદાન પછી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. જો કે આ સમય દરમિયાન વિપક્ષના વિરોધને કારણે આઇરિશ સંસદ સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ રાતોરાત વાતચીત દ્વારા ગતિરોધનો ઉકેલ આવ્યો હતો.. જેના કારણે બીજા દિવસે મતદાન શરૂ થયું હતુ..

