પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન પવિત્ર સ્નાન કર્યા બાદ અનેક ભક્તોને હાર્ટ એટેક આવ્યાના અહેવાલ મળ્યા છે. બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યો હતો. પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં 6 અને સેક્ટર-20માં આવેલી સબ-સેન્ટર હોસ્પિટલમાં 5 દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના એક શ્રદ્ધાળુ, સંતદાસ, મહાકુંભમાં સેક્ટર 21માં રોકાયા હતા… જોકે રવિવારે સવારે નાસ્તો કર્યા બાદ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતાં..તેમને તાત્કાલિક સેન્ટ્રલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં..પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. બિહારના 43 વરશીય ગોપાલ સિંહને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કાર્ડિયોજેનિક શોકનો ભોગ બન્યા હતા..પરંતુ હવે તેમની હાલતમાં સુધારો આવ્યો છે. રવિવારે ગ્વાલિયરના 65 વર્ષીય શ્રદ્ધાળુ, શ્યામ લાલ ચંદ્રાણી, પણ મહાકુંભમાં આવ્યા હતા. તેમને અચાનક છાતીમાં દુખાવો થયો અને ચક્કર આવ્યા બાદ નીચે પડી ગયા હતાં..તેમને તાત્કાલિક સેન્ટ્રલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા… જ્યાં તેમને હૃદયરોગનો હુમલો થયો હોવાની પુષ્ટિ થઇ હતી.જોકે તેઓ ખતરાથી બહાર છે.
તબીબી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મહાકુંભમાં આવેલા ભક્તોને સાવચેત રહેવાની સલાહ આપી છે.. ખાસ કરીને પવિત્ર સ્નાન દરમિયાન. હૃદયરોગના હુમલાના મુખ્ય કારણો પૈકી એક ઠંડી હવામાં ઠંડા પાણીમાં સ્નાન કરવું છે. ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીરની નસો થીજી શકે છે.. જેનાથી રક્ત પુરવઠામાં વિક્ષેપ પડે છે.. જેની શરીર પર ખરાબ અસર પડી શકે છે. આ સ્થિતિએ રક્ત પુરવઠામાં વિક્ષેપ આવવાથી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. તબીબોનું કહેવું છે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિને છાતીમાં બળતરા, દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા હાથ, કમર અને જડબામાં દુખાવાનો અનુભવ થાય, ત્યારે તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ હૃદયરોગનો સંકેત હોઈ શકે છે.

