31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દહેગામ : રખિયાલ ખાતે ભાજપ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી,જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલાએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી


ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે National Youth Day ઊજવવામાં આવે છે. આજના દિવસે ભારતનાં મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઊજવણી કરવાના આવે છે.ભારત સરકારે 12 જાન્યુઆરી 1985થી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી..ત્યારે રખિયાલ ખાતે જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલા તેમજ પત્રકાર કલ્પેશ પટેલ,, જીગ્નેશ ચૌધરી,, બદાભાઈ ઠાકોર તેમજ અન્ય ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી..આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં..

સ્વામી વિવેકાનંદે આત્મનિર્ભરતા, શિસ્ત, શિક્ષણ અને રાષ્ટ્રીયનાં વિકાસ મૂલ્યો પર ભાર મૂક્યો હતો..જે આજે પણ લાખો યુવાનોને પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ ઇતિહાસમાં એક એવા વિદ્વાન તરીકે ઓળખાય છે કે,,જેમણે માનવ સેવાને પોતાનો સર્વોચ્ચ ધર્મ માન્યો હતો..

દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની અલગ-અલગ રીતે ઊજવણી કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધાઓ, ચર્ચા સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. સરકાર પણ આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -