ગાંધીનગર :દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ અયોધ્યા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના શ્રી રામોત્સવમ્ સાંસ્કૃતિક મહોત્સવમાં ૧૧ પુરસ્કાર જીત્યા હતાં.



ભારતીય સાંસ્કૃતિક વિરાસત કેન્દ્ર અને ગીવીંગ હેન્ડસ વેલ્ફેર ગૃપ, દિલ્હીના સંયુકત ઉપક્રમે શ્રીનૃત્યાંજલિ દ્વારા ઉત્તરપ્રદેશના અયોઘ્યા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાનાં ‘શ્રી રામોત્સવમ્ સાંસ્કૃતિક મહોત્સવ’ માં ભારતના જુદાજુદા રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી દિલ્હી પબ્લિક સ્કુલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓ અનિરુદ્ધ શ્રીવાસ્તવ, શેરવીન પટેલ, અક્ષિત સિંઘ, શ્રેષ્ઠ મિશ્રા, દિવ્ય પટેલ, માધવ શુક્લ, કિયાન પટેલએ ગુરુ યાજ્ઞિક ચૌહાણનાં નેતૃત્વમાં ભાગ લઈ થિયેટર ક્ષેત્રેની વિવિધ સ્પર્ધાઓ માંથી ૧૧ રાષ્ટ્રીય કક્ષાનાં પુરસ્કારો જીત્યાં હતાં..તથા તેમની પ્રસ્તુતીઓથી નિર્ણાયકો તેમજ દર્શકોમાં ખુબ જ અનેરી છાપ છોડી હતી. જેનાં માટે શાળાનાં આચાર્ય શ્રી અંજુ સિંઘએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

