23 C
Ahmedabad
Thursday, March 5, 2026

370 મામલે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો, ઝપાઝપી પણ થઈ


કાશ્મીર વિધાનસભા સત્રના ચોથા દિવસે ભારે હંગામો થયો. વિધાનસભામાં શાસક પક્ષના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે જોરદાર ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું. આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવને લઈને થયો હતો…

સત્તામાં આવ્યા પછી નેશનલ કોન્ફરન્સ કલમ 370 ફરી લાગુ કરવા માંગણી કરી.. પરંતુ પીડીપી અને સજ્જાદ લોનની પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ પણ આ મુદ્દા પર ક્રેડિટ વોરમાં પાછળ રહેવા માંગતી નથી. બુધવારે વિધાનસભામાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

પરંતુ ભાજપે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ખુરશીદ અહેમદ શેખના 370 પોસ્ટરને લઈને ઝઘડો થયો હતો પરંતુ આજે ગુરુવારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 અને કલમ 35-Aને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે બીજો ઠરાવ પસાર કર્યો.

ત્યાર બાદ પાર્ટી અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભાજપે બેનર બતાવીને વિરોધ કર્યો હતો. સ્થિતિ એવી બની હતી કે માર્શલોને હસ્તક્ષેપ કરવા માટે આગળ આવવું પડ્યું હતું અને હંગામો મચાવતા ધારાસભ્યોને બહારનો રસ્તો બતાવવો પડ્યો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -