38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સિધ્ધપુર : શ્રી સિદ્ધનાથ મહાદેવ બાપાની શોભાયાત્રા નીકળી,શોભાયાત્રાના માર્ગ ઉપર હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..


સિધ્ધપુર : શ્રી સિદ્ધનાથ મહાદેવ બાપાની શોભાયાત્રા નીકળી,શોભાયાત્રાના માર્ગ ઉપર હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..

સિધ્ધપુરમા પટેલલોકના મહાડમા આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી પ્રતિ vrsh બેસતા વર્ષેની પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી..જેમા ઢોલ નગારા સાથે શોભાયાત્રા આગળ તમામ રૂટ ઉપર યુવાવર્ગ દ્વારા ફટાફટ ફોડી ઉજવણી કરવામાં આવી હતી..આ શોભાયાત્રામા વડીલો, મહીલાઓ, બાળકો સહિત ના લોકોએ મોટી સંખ્યામાં જોડાયા હતા..શોભાયાત્રાના માર્ગ ઉપર હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..

સ્થાનિક લોકોએ સિધ્ધનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી..

પટેલ લોકના મહાડથી નિશાળ ચકલાથી ગોલવાડ મહોલ્લા પાસે બાલાજી યુવક મંડળના યુવાવર્ગ દ્વારા ફુલહારથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ..

ત્યાર બાદ પથ્થર પોળ, લુહાર ચકલા,ખીલાતર વાડા,અલવાના ચકલા,મહેતા ઓળના મહાડથી મંડીબજાર ચોકમા લાખ્ખો રૂપિયાના ખર્ચે થતી આતશબાજી નિહાળવા દુરદુરથી અનેક લોકો આવ્યા હતાં.. મંડી બજાર થી ગોવિંદ માધવ મંદિર, નિલકંઠ મહાદેવ મંદિરથી નિત્ય ક્રમ મુજબ શોભાયાત્રા પટેલ લોકના મહાડમા પરત ફરી હતી. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ઢોલના તાલે યુવકો જુમી ઉઠ્યા હતા..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -