37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર-અમદાવાદ બાદ હવે ગુજરાતના આ શહેરોમાં પણ મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારી


ગાંધીનગર-અમદાવાદ બાદ હવે ગુજરાતના વડોદરા, સુરત અને રાજકોટને પણ મેટ્રો ટ્રેનની ભેટ મળશે ..રાજ્યમાં ધીમે ધીમે અન્ય શહેરોમાં પણ મેટ્રો ટ્રેનનો વ્યાપ વધારવામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે… અત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ ટુંક સમયમાંગાંધીનગરમાં પણ મેટ્રૉ ટ્રેનની સેવાને આવરી લેવામાં આવશે.. જે માટે પીએમ મોદી ગાંધીનગર-અમદાવાદ મેટ્રૉ ટ્રેનને લીલીઝંડી આપશે. તેવામાં રાજ્યના અન્ય મોટા શહેરોમાં મેટ્રૉ સર્વિસને શરૂ કરાશે. આગામી દિવસોમાં ગાંધીનગરમાં મેટ્રૉને પીએમ મોદી લીલીઝંડી આપશે. આ પ્રૉજેક્ટ અંતર્ગત મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીની મેટ્રૉનું આયોજન છે.

આ તો વાત થઈ અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાની…જો કે જે રીતે સુરત,, વડોદરા અને રાજકોટ શહેરનો વિકાર અને વિસ્તાર થઈ રહ્યો તે જોતા આગામી સમયમાં આ શહેરોમાં પણ માસ ટ્રાન્સપોર્ટેશનની ખાસી જરૂર વર્તાઈ રહી છે.. ત્યારે હવે સુરતમાં પણ સત્વરે મેટ્રૉ ટ્રેન શરૂ થઈ શકે છે.. તે પછી વડોદરા અને રાજકોટમાં પણ મેટ્રૉ ટ્રેન શરૂ કરવાનું આયોજન છે. વડોદરામાં 39.10 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેન રૂટ શરૂ કરવાનું આયોજન છે. વડોદરા મેટ્રૉ ટ્રેન પ્રૉજેક્ટ અંદાજીત ખર્ચ 10 હજાર 438 કરોડનો છે. રાજકોટ માટે 37.80 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેન રૂટ શરૂ કરવાનું આયોજન છે. રાજકોટ મેટ્રૉ ટ્રેન પ્રૉજેક્ટનો અંદાજીત ખર્ચ 10 હજાર 214 કરોડ રૂપિયાનો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -