
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની યુએસ મુલાકાત દરમિયાન ભારતીય ડાયસ્પોરા ઉપરાંત યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યા હતા. કોંગ્રેસ નેતાએ રેબર્ન હાઉસ ઓફિસ બિલ્ડીંગમાં યોજાયેલી બેઠકમાં ઇલ્હાન ઓમર સહિત ઘણા અમેરિકન ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી…જોકે, ઓમર સાથે રાહુલની તસવીરો સામે આવ્યા બાદ ભાજપે રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા..
ભાજપે શું કહ્યું ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આકરા પ્રહારો કર્યા.. શાહે કહ્યું કે,, ભલે તે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને ટેકો આપતા હોય અથવા વિદેશી મંચો પર ભારત વિરોધી બોલતા હોય, રાહુલ ગાંધી હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
આ સિવાય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ આ બેઠક પર નિશાન સાધ્યું હતું… પિયુષ ગોયલે કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન વારંવાર ભારતને બદનામ કર્યું છે. તે ઓમરને મળે છે જે ભારત વિરોધી પ્રચારક અને પાકિસ્તાનના સમર્થક છે. તે કાશ્મીરને ભારતનો ભાગ હોવાની ટીકા કરવા માટે જાણીતી છે. આવી ભારત વિરોધી શક્તિઓ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના મિત્ર બની ગયા છે.
ઇલ્હાન ઓમર કોણ છે ?
ઇલ્હાનનો જન્મ સોમાલિયામાં થયો હતો. સોમાલિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે તેમના પરિવારે સોમાલિયા છોડી દીધું અને કેન્યામાં શરણાર્થી શિબિરમાં આશરો લીધો હતો ..તે સમયે ઇલ્હાન આઠ વર્ષનો હતી. તેના પરિવારે કેન્યામાં શરણાર્થી શિબિરમાં લગભગ ચાર વર્ષ વિતાવ્યા હતા..તેમનો પરિવાર 1990માં અહીંથી અમેરિકા આવ્યો હતો. ઇલ્હાને તેની કારકિર્દી અમેરિકામાં રાજકારણમાં બનાવી હતી. એવું કહેવાય છે કે તેના દાદાએ તેને આ માટે પ્રેરણા આપી હતી. વર્ષ 2016 માં ઇલ્હાન ઓમર ચૂંટણી જીત્યા અને મિનેસોટા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચ્યા હતા .. વર્ષ 2019 માં ઇલ્હાન મિનેસોટાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઇલ્હાન ઓમર યુએસ કોંગ્રેસના સભ્ય બનનાર પ્રથમ આફ્રિકન શરણાર્થી છે. આ સાથે ઇલ્હાન ઓમર મિનેસોટાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ અશ્વેત મહિલા પણ છે. ઇલ્હાન ઓમર યુએસ કોંગ્રેસમાં પહોંચનારી બે મુસ્લિમ-અમેરિકન મહિલાઓમાંથી એક છે.
ઇલ્હાનને ભારત વિરોધી તરીકે ઓળખવામાં આવે છે..
અમેરિકન ડેમોક્રેટ સાંસદ ઇલ્હાન ઓમરને ભારત વિરોધી તરીકે ઓળખવામાં આવે છે. ઇલ્હાન 2022માં પાકિસ્તાનની મુલાકાતે આવી હતી. આ દરમિયાન તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ ગઈ હતી. ભારતે તેમની મુલાકાત સામે સખત વાંધો વ્યક્ત કરીને તેની નિંદા કરી હતી. ત્યારબાદ બિડેન પ્રશાસને આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી..ભારતના વિરોધ બાદ અમેરિકી સરકારે ઇલ્હાનની મુલાકાતથી દૂરી લીધી હતી. સરકારે કહ્યું કે તેમની મુલાકાત યુએસ સરકાર દ્વારા પ્રાયોજિત નથી. તે સમયે પાકિસ્તાનમાં સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો. ઈમરાન અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવી રહ્યા હતા. ત્યારે પણ ઇલ્હાન ઓમર પાકિસ્તાન ગઇ હતી..એક તરફ ઈમરાન પાકિસ્તાની લોકોને કહી રહ્યો હતો કે અમેરિકા તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે, તો બીજી તરફ ઈલ્હાન ઓમર પાકિસ્તાન જઈને એ જ ઈમરાન ખાનને મળી રહ્યા છે.

