32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુપ્રીમ કોર્ટ: ‘ચાર્જશીટ પછી પણ કેસ રદ કરવાનો હાઇકોર્ટને અધિકાર, દહેજ ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ


સુપ્રીમ કોર્ટે  કહ્યું કે,,ચાર્જશીટ દાખલ થયા પછી પણ હાઈકોર્ટને ફોજદારી મામલાઓને રદ કરવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે 2002ના દહેજ ઉત્પીડન કેસને લગતી કાર્યવાહીને સમાપ્ત કરવાનો ઇનકાર કરતા ગુજરાત હાઇકોર્ટના આદેશને નકારી કાઢ્યો હતો, તેમ છતાં બંને પક્ષોએ 2004 માં પરસ્પર સંમતિથી તેમના વૈવાહિક સંબંધોને તોડી નાખ્યા હતા.

જસ્ટિસ દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું કે,,CrPCની કલમ 482 હેઠળ હાઈકોર્ટ પાસે FIR રદ કરવાની સત્તા છે, પછી ભલેને કલમ 173(2) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. પરંતુ શરત એ છે કે, અન્ય બાબતોની સાથે એ વાતનો પણ સંતોષ હોવો જોઈએ કે એફઆઈઆર અને ચાર્જશીટ એકસાથે વાંચવા પર પણ ખંડન કર્યા વિના ગુનો બહાર આવશે નહીં. ખંડપીઠે જણાવ્યું કે, ચોક્કસ કેસના ચોક્કસ સંજોગોને ધ્યાનમાં રાખીને આવી એફઆઈઆરમાંથી ઉદ્દભવતી કાર્યવાહીને ચાલુ રાખવાથી વાસ્તવમાં કાયદાની તેમજ કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ સમાન ગણાશે.

કલમ 142 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો

આ સાથે, સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને, અપીલકર્તા શૈલેષભાઈ રણછોડભાઈ પટેલ અને અન્યો સામેની એફ.આઈ.આર, ચાર્જશીટ અને અન્ય તમામ કાર્યવાહી રદ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે 2005 માં તેમની અરજી ફગાવી દીધી હતી, એવું માનીને કે દાખલ કરાયેલ ચાર્જશીટને ધ્યાનમાં રાખીને, અપીલકર્તાઓ સામે પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં આવ્યો હતો. તેથી FIR રદ કરવાની કોઈ જરૂર નથી.

બંને પક્ષો દેશની બહાર અને સ્થાયી થયા

સર્વોચ્ચ અદાલતે આ કેસમાં એ પણ નોંધ્યું કે 2004માં છૂટાછેડા પછી, ફરિયાદી મહિલાએ ફરીથી લગ્ન કર્યા હતા..અને તેને બાળકો પણ હતા. તેનો પૂર્વ પતિ પણ વિદેશમાં સ્થાયી થયો હતો. બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદી અને અપીલકર્તા બંને હાલમાં ભારતની બહાર રહે છે અને પોતપોતાના જીવનમાં સારી રીતે સેટલ છે. ફરિયાદીનો તેના વૈવાહિક જીવનમાં વિક્ષેપ ઊભો કરવાનો કોઈ ઈરાદો નથી.જે હાલની કાર્યવાહીમાં તેણીની બિન-ભાગીદારી પરથી પણ સ્પષ્ટ થાય છે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે વધુમાં, એફઆઈઆરમાં કરાયેલા આક્ષેપો મોટાભાગે અસ્પષ્ટ અને સામાન્ય પ્રકૃતિના છે.

સુપ્રીમ કોર્ટે  કહ્યું કે,,ચાર્જશીટ દાખલ થયા પછી પણ હાઈકોર્ટને ફોજદારી મામલાઓને રદ કરવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે 2002ના દહેજ ઉત્પીડન કેસને લગતી કાર્યવાહીને સમાપ્ત કરવાનો ઇનકાર કરતા ગુજરાત હાઇકોર્ટના આદેશને નકારી કાઢ્યો હતો, તેમ છતાં બંને પક્ષોએ 2004 માં પરસ્પર સંમતિથી તેમના વૈવાહિક સંબંધોને તોડી નાખ્યા હતા.

જસ્ટિસ દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું કે CrPCની કલમ 482 હેઠળ હાઈકોર્ટ પાસે FIR રદ કરવાની સત્તા છે..પછી ભલેને કલમ 173(2) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. પરંતુ શરત એ છે કે, અન્ય બાબતોની સાથે એ વાતનો પણ સંતોષ હોવો જોઈએ કે એફ.આઈ.આર અને ચાર્જશીટ એકસાથે વાંચવા પર પણ ખંડન કર્યા વિના ગુનો બહાર આવશે નહીં. ખંડપીઠે જણાવ્યું કે, ચોક્કસ કેસના ચોક્કસ સંજોગોને ધ્યાનમાં રાખીને આવી એફ.આઈ.આર.માંથી ઉદ્દભવતી કાર્યવાહીને ચાલુ રાખવાથી વાસ્તવમાં કાયદાની તેમજ કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ સમાન ગણાશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -