
રશિયામાં 22 લોકો સાથે ઉડતું એક હેલિકોપ્ટર ગુમ થઈ ગયું છે. આ અંગે માહિતી આપતાં સ્થાનિક મીડિયાએ શનિવારે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં 19 મુસાફરો સિવાય 3 ક્રૂ મેમ્બર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ટેક ઓફ કર્યા બાદ તરત જ રડારથી ગાયબ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટર ફાર ઇસ્ટના કામચટકા ક્ષેત્રમાં વાચકઝેટ્સ જ્વાળામુખીની નજીક ઉડી રહ્યું હતું ત્યારે તે ગુમ થયું હતું. હેલિકોપ્ટરને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઘટના અંગે માહિતી આપતા રશિયાની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે વિટિયાઝ-એરો એરલાઇન દ્વારા સંચાલિત Mi-8T હેલિકોપ્ટર સવારે 7.15 વાગ્યે ટેકઓફ કર્યા બાદ સંપર્ક તૂટી ગયો હતો.આ હેલિકોપ્ટરમાં 19 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર હતા.

