26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના તારીખો જાહેર, 3 ફેઝમાં વોટિંગ, 4 ઓક્ટોબરે પરિણામ


કેન્દ્રીય ચૂંટણી પંચે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણા વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. બન્ને રાજ્યોમાં મતગણતરી 4 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે અને ત્રીજા અને આખરી તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી પણ 1 ઓક્ટોબરના રોજ યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી સમયે જમ્મુ કાશ્મીરમાં મતદાન માટે લાગેલી લાઈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નાગરિકોએ, બુલેટ-બાયકોટને બેલેટથી નકારી દીધુ હતું.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. 4 ઓક્ટોબરે પરિણામ આવશે.

જમ્મુ-કાશ્મીરમાં 90 મતવિસ્તાર છે. અહીં 87.09 લાખ મતદારો છે. જેમાં 44.46 લાખ પુરૂષ અને 42.63 લાખ મહિલા મતદારો હશે. અહીં પહેલીવાર મતદારોની સંખ્યા 3.71 લાખ હશે. તેમજ કુલ 20 લાખથી વધુ યુવા મતદારો હશે.

હરિયાણામાં પણ ચૂંટણી યોજાશે

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “હરિયાણામાં 90 મતવિસ્તારો છે. અહીં 2.01 કરોડ મતદારો હશે. તેમાંથી 10,321 મતદારો શતાબ્દી થઈ ગયા છે. હરિયાણામાં 10,495 સ્થળોએ 20,629 મતદાન મથકો હશે. મતદારોની સરેરાશ સંખ્યા મતદાન મથક 977 હશે. 125 મતદાન મથકોની કમાન મહિલાઓના હાથમાં રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -