વર્ષ 2018માં સરકારના વિસર્જન બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ થઈ નથી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ભાજપ-પીડીપીએ ગઠબંધન કર્યું હતું. જોકે, બાદમાં ભાજપે આ ગઠબંધનથી દૂરી લીધી હતી. વર્ષ 2018માં ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ની ગઠબંધન સરકાર પણ પડી ગઈ હતી.
હરિયાણામાં પણ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે
હરિયાણામાં વર્તમાન સરકારનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. હરિયાણામાં છેલ્લે 2019માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ભાજપ-જેજેપીએ સાથે આવીને સરકાર બનાવી હતી..જો કે આ વર્ષે માર્ચમાં બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું હતું. બીજી તરફ ભાજપે મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
મહારાષ્ટ્રમાં સરકારનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો..
મહારાષ્ટ્રમાં સરકારનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. સૌથી જટિલ રાજકીય જોડાણ ધરાવતા આ રાજ્યમાં હાલમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર છે. અહીં ભાજપ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે. 288 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં પણ આજે જ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
ઝારખંડમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે
ઝારખંડમાં વર્તમાન હેમંત સોરેન સરકારનો કાર્યકાળ જાન્યુઆરી 2025માં સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આ રાજ્યમાં પણ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
હાલમાં, ઝારખંડ વિધાનસભામાં 81 ધારાસભ્યો સાથે જેએમએમ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે. શાસક ગઠબંધન પાસે 48 ધારાસભ્યો છે… જ્યારે NDA પાસે 32 ધારાસભ્યો છે.

