નવી દિલ્હીઃ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીયોને શુભેચ્છા પાઠવી છે.X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા કહ્યું કે ઇટાલી અને ભારત વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે સાથે મળીને આપણે સારા પરિણામો પ્રાપ્ત કરીશું. આપણો વ્યૂહાત્મક સહયોગ ભવિષ્ય માટે મહત્ત્વનો આધારસ્તંભ છે.
શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ શુભેચ્છાઓ પાઠવી હતી
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘આજે ભારત ગર્વથી તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, જે દેશની અવિશ્વસનીય વિકાસ યાત્રાનો પુરાવો છે. હું મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને આ માઈલસ્ટોનની ઉજવણી પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું. UAE અમારી મિત્રતાને મજબૂત કરવા, અમારા દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને અમારી સ્થાયી ભાગીદારીના તમામ પાસાઓમાં મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આપણા ભારતીય મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

