કેન્દ્ર સરકારે સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહનને નવા ગૃહ સચિવ તરીકે નિયુક્ત કર્યા. તેઓએ વર્તમાન ગૃહ સચિવ અજય ભલ્લાનું સ્થાન લીધું હતું . અજય ભલ્લાનો કાર્યકાળ 22 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. એવું માનવામાં આવતું હતું કે, અજય ભલ્લાને સતત પાંચમી વખત સર્વિસ એક્સટેન્શન મળશે.પરંતુ કેન્દ્ર સરકારે ગોવિંદ મોહનને નવા ગૃહ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે સાંજે એક આદેશ જારી કર્યો હતો.
નવા કેન્દ્રીય ગૃહ સચિવ 1989ના સિક્કિમ કેડરના IAS અધિકારી છે. મોહન આવતા મહિને 59 વર્ષના થશે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને 2017થી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે. કહેવાય છે કે,, ગોવિંદ મોહન મેથી સપ્ટેમ્બર 2018 સુધી ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને સપ્ટેમ્બર 2018થી સપ્ટેમ્બર 2021 સુધી અધિક સચિવ હતા.
IIT BHUમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરનાર મોહન ઓક્ટોબર 2021 થી સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે પોસ્ટેડ છે. કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે તેમની નિમણૂક ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

