ગાંધીનગરમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ લોકો ડૂબ્યા,,3 લોકોનાં મોત
દશામાનું વ્રત પૂરું થતા માઈ ભક્તો ઠેર-ઠેર માતાજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરતા હોય છે.. જોકે આ દરમિયાન ગાંધીનગરની સાબરમતી નદીમાં પાંચ લોકો ડૂબી ગયા હતા.
ગાંધીનગરથી પસાર થતી સાબરમતી નદીમાં એક પરિવાર માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. જોકે આ દરમિયાન સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા જતાં બેલેન્સ બગડી જતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે ત્યારબાદ બાદ એક બીજાને બચાવવા જતા પાંચ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા.. જેમાંથી 2 લોકોને ત્યાં કામ કરતા સ્થાનિકોએ બચાવી લીધા હતા…અન્ય ત્રણ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક બાળકી, મહિલા અને પુરુષની લાશ બહાર કાઢી હતી.

