37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરીમાંથી માપપોથી ગાયબ ! કોના પાપે ? CMને રજૂઆત


સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરીમાંથી વિકાસના કામો માટે નિભાવવામાં આવતા રજીસ્ટર મેઝરમેન્ટ બુક માપપોથી 9169 રેકર્ડ પર ઉપલબ્ધ ન હોવાનો આર.ટી.આઈમાં ખુલાસો થયો છે.પ્રાંતિજ તાલુકા પંચાયતમાં અરજદારે કરેલી લેખિત અરજીમાં માંગવામાં આવેલી 9169 નંબરની માપપોથી રેકોર્ડ પર ઉપલબ્ધ નહીં હોવાનું જવાબમાં જણાવ્યું છે.

અરજદાર દ્વારા કઈ માહિતી માંગવામાં આવી??

વિષય: અરજદારની માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળની નમૂના(ક)ની અરજી બાબત

સંદર્ભ: તા.પં કચરી પ્રાંતિજની બાંધકામ શાખાના તા.૦૩/૦૬/ર૦૨૪નો પત્ર કમાંક

નં/તા.પં/બાંધકામ/RTI/માહિતી/વશી/૨ર૩/૨૦૨૪

સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આપની માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ની

તા.૨૯/૦૪/૨૦૨૪ની નમૂના(ક) ની અરજી જે જાહેર માહિતી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મ),

સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર દ્વારા તા-૨૧/૦૫/૨૦૨૪ના રોજ અત્રેની કચેરીએ તબદિલ કરેલ છે, અને

તા.27/૦૫/૨૦૨૪ ના રોજ અત્રેની કચેરીને મળેલ. જે અન્વયે આપે માંગેલ માહિતી નીચે મુજબ છે:

માંગેલી માહિતી (ટૂકમાં)

તાલુકા પંચાયત કચેરી,પ્રાંતિજ દ્વારા વિકાસના કામો માટે નીભાવવામાં આવતા રજીસ્ટર ( MEASUREMENT BOOK ) કે જેનો બુક નંબર 9169 છે.તેના દરેક પાનાની પ્રમાણિત નકલ

માહિતીની ઉપલબ્ધ વિગત

અરજદાર દ્વારા માંગવામાં આવેલી 9169 નંબરની માપપોથી રેકર્ડ પર ઉપલબ્ધ નથી.

જો આપ ઉપરના નિર્ણયથી નારાજ થયેલ હોય તો નિર્ણય મળ્યા તારીખથી ત્રીસ દિવસની અંદર આપ નીચે

જણાવેલ પ્રથમ અપીલ અધિકારીકરીને અપીલ કરી શકશો.

મુખ્યમંત્રીને શું કરાઈ રજુઆત???

વિષય : તાલુકા પંચાયત કચેરી,પ્રાંતિજ જિ.સાબરકાંઠા કોઈ પણ ભલામણ સિવાય કામો હાથ ધરવા બાબત.

માનનીય મુખ્યમંત્રીશ્રી,

ઉપરોકત વિષયે જણાવવાનું કે, ૨૦૦૫ હેઠળ અમોએ તાલુકા પંચાયત કચેરી,પાતિજ પાસેથી માહિતી માંગેલ છે. (જેનીનકલ આ સાથે સામેલ છે.) સદર અરજી અનુસંધાને જાહેર માહિતી અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારી,પ્રાંતિજએ માહીતી આપેલી છે. (જેની તકલ આ સાથે સામેલ છે.) તાલુકા પંચાયત કચેરી, પ્રાંતિજ પાસેથી મળેલી માહીતી અનુસંધાને પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે ગ્રામ પંચાયત દ્વારા થયેલા કામોની સ્થળ તપાસણી કરતા સ્થળ પર થયેલા કામો સાથે સુસંગતતા જણાઇ આવતા નથી. તેમજ તાલુકા પંચાયત કચેરી, પ્રાંતિજ દ્વારા મળેલ માહિતી દરમિયાન અમોને ધ્યાને આવેલ છે કે, તાલુકા પંચાયત કચેરી, પાંતિજ દ્વારા થયેલા કામોની માહીતી ઇરાદાપૂર્વક આપવામાં આવેલી નથી. જયારે અમો તાલુકા પંચાયત કચેરીમાં રૂબરૂ મુલાકાત દરમિયાન ગયેલા ત્યારે લોકમુખે એવું જાણવા મળેલ કે, જે માહિતી અમોને તાલુકા પંચાયત કચેરી દ્વારા આપેલ છે તેમાં દર્શાવેલ માપપોથી( MEASUREMENTBOOK) બુક નંબર ૯૧૬૯માં વાઘપુર ગામના થયેલા કામોની એન્‍ટ્રી કરેલી છે. (જેની નકલ આ સાથે સામેલ છે)

માપપોથી (MEASUREMENT )બુક નંબર ૯૧૬૯માં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાંતિજ તથા અ.મ.ઈ.શ્રી તુષારભાઇ દેસાઇ દ્વારા અંદાજીત ૭૦ લાખથી વધારે કામોના પ્રાથમિક મંજૂરી, વહીવટી મંજૂરી અને ગ્રાન્ટ ફાળવણી હુંકમ કોઈ પણ ફાઇલ પર નોંધ લીધેલ નથી અને તાલુકા પંચાયત કચેરી, પ્રાંતિજના વિવિધ ખાતાઓમાંથી નાણાં ઉપાડીને ઉચાપત કરેલ હોય તેવી લોકમખે ચર્ચાથી જાણવા મળ્યું છે.

ઉપરોક્ત વિગતો જોતા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાંતિજ તથા અ.મ ઈ.તુષારભાઈ દેસાઈ દ્વારા કોઈ પણ જાતની ભલામણ સિવાચ અંદાજીત ૭૦ લાખથી વધારેના કામોની તાંત્રિક મંજૂરી બનાવીને કોઈ પણ પ્રકારના રેકર્ડ પર લીધા વિના પરભારે માપપોથી MEASUREMENT BOOK ) ની બુક નંબર 9169 માં લખીને જે તે સમયે અંદાજિત રૂપિયા ૭૦ લાખથી વધારેના સરકારી નાણા વાપરેલ છે કે કેમ ? સમગ્ર વિગતો જોતા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાંતિજ અને અ.મ.ઇશ્રી તુષારભાઈ દેસાઈ દ્વારા ” નાણાકીય ઔચિત્યતા જાળવેલ છે કે નહિ ? કોઈ પણ જાતની ભલામણ સિવાય અંદાજિત ૭૦ લાખથી વધારેના કામોને  માંપપોથી મેઝરમેન્ટ બુક નંબર ૯૧૬૯માં નોંધ કરેલ છે કે કેમ ? તેમજ સરકારી ગ્રાન્ટ ઉપાડેલ છે કે કેમ ? તાલુકા પંચાયત કચેરી પ્રાંતિજ દ્વારા થયેલ કામો માટે નિભાવવામાં આવતી માપપોથી MEASUREMENT BOOK ) બૂક નંબર ૯૧૬૯ કોપી આપેલી નથી. ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઇ આપ સાહેબશ્રીને લોકમુખે થયેલ યર્ચા મુજબ ઉચાપત થયેલ છે કે નથી ? તે અંગેની યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

પ્રાંતિજની જનતા માંગે જવાબ.. કોણ આપશે જવાબ??

શું સાબરકાંઠા જિલ્લા સમાહર્તા માપપોથી ગુમ થવા અંગે તપાસ કરાવશે ખરા ?

ખરેખર માપપોથીનું શું થયું હશે ?? ઓફિસનાં જ કોઈ કર્મચારી કે કોઇ અજાણ્યા શખશોએ માપપોથી ગુમ કરી દીધી હશે..?? કે પછી ઓફિસની તિજોરી કે દીવાલો ખાઇ ગઈ હશે??

શું માપપોથીને કોઈ અજાણી જગ્યાએ લઈ જઈને ડુમ્ભુ ચામ્પી દેવાયુ હશે ?? કે કોઇ ગટર કે નદીના પાણીમાં વહેતી કરી દેવાઈ હશે??

તમામ કામો સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સીટની રચના કરીને તપાસ કરવામાં આવે તો વાઘપુર ગ્રામ પંચાયત સહિત અન્ય પંચાયતોમાં પણ લાખો રૂપિયાના પોલ ખુલી શકે તેવી આશંકા છે.

વાઘપુર ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરીનાં મામલા ક્યાં કુછ ગડબડ હૈ ક્યાં ?

સરકારી હોદ્દાનો દૂર પ્રયોગ કરીને લાગતા વળગતાઓએ ભાગબટાઈ કરી છે કે કેમ તેની તપાસ સાર્વજનિક હિતમાં કરવાની માંગ ઉઠી છે.

શું ભ્રષ્ટાચારને છાવરવા માટે માપપોથી ગુમ કરવામાં આવી હોવાનું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે.

સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી કોની તેવા પણ સવાલો ઉઠ્યા છે.

આ સમગ્ર મામલે કોણ જવાબદાર છે તે અંગે પોલીસ તપાસની પણ માંગ ઉઠી છે.

માપપોથી ગુમ….કોણે રચ્યું ષડયંત્ર ?

પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરીમાં કોણ છે સરકારી દસ્તાવેજનાં દુશ્મન?

માપપોથી ગુમ થઈ એની પેહલા તેનું ડીઝીટીલાઈઝેશન કેમ નાં કરાયું??

સમગ્ર મામલે જો નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી આશંકા સેવાઈ રહી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -